Milind Deora: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર મિલિંદ દેવરા જાણો કઈ પાર્ટીમાં જોડાયા
Milind Deora: પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા રવિવારે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે. આ પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
Milind Deora: કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યા પછી, મિલિંદ દેવરા રવિવારે (14 જાન્યુઆરી) ના રોજ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા. આ દરમિયાન મુંબઈ કોંગ્રેસના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ શિવસેનામાં જોડાયા હતા. સીએમ એકનાથ શિંદેએ તેમને પાર્ટીનો ઝંડો આપ્યો અને શિવસેનાની સદસ્યતા આપી. વાસ્તવમાં, દેવરાએ તે દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશની સૌથી જૂની પાર્ટી મણિપુરથી 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરવાની છે.
#WATCH | Former Congress leader Milind Deora joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai.
— ANI (@ANI) January 14, 2024
Deora quit the Congress party today. pic.twitter.com/0Q0NCuV5yh
રાજીનામું આપ્યા બાદ શું કહ્યું દેવરાએ?
Congress leader Milind Deora resigns from the primary membership of Congress
— ANI (@ANI) January 14, 2024
"Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો વર્ષોથી અતૂટ સમર્થન માટે આભારી છું.
તેઓ બોસ્ટન યુનિવર્સિટી, યુએસએથી સ્નાતક થયેલા છે
દક્ષિણ મુંબઈના વર્તમાન સાંસદ મિલિંદ દેવરાનો જન્મ 4 ડિસેમ્બર 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મુરલી દેવરા કોંગ્રેસના ભૂતપૂર્વ રાજકારણી છે અને માતા હેમા દેવરા ગૃહિણી છે. પિતાની જેમ મિલિંદ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ બોસ્ટન યુનિવર્સિટી, યુએસએથી સ્નાતક થયેલા છે. 9 નવેમ્બર, 2008ના રોજ તેમણે ફિલ્મ નિર્મા મનમોહન શેટ્ટીની પુત્રી પુજા શેટ્ટી સાથે લગ્ન કર્યા. રાજનીતિ ઉપરાંત મિલિંદ દેવરાને ગિટાર વગાડવાનો પણ શોખ છે અને તેઓ રમત ગમતને પ્રોત્સાહન આપતા યુવા રાજનેતા છે. તેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા, બોમ્બે જિમખાના વગેરેના સભ્ય છે.