શોધખોળ કરો
Advertisement
રાહુલના સવાલનો વિદેશ મંત્રીએ આપ્યો જવાબ, કહ્યું- ગલવાનમાં હથિયાર વગર નહોતા આપણા સૈનિક
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સૈનિકો પોસ્ટ છોડતા જ હથિયારો સાથે સજ્જ થઈ જાય છે. ગલવાન ઘાટીમાં પણ એક પણ ભારતીય સૈનિક હથિયાર વગર નહોતા.
નવી દિલ્હી: આપણા સૈનિકોને પૂર્વી લદાખમાં ચીની સૈનિકો સામે હથિયાર વગર કેમ મોકલવામાં આવ્યા? આ સવાલ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુછ્યો હતો. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે તેનો જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સૈનિકો પોસ્ટ છોડતા જ હથિયારો સાથે સજ્જ થઈ જાય છે. ગલવાન ઘાટીમાં પણ એક પણ ભારતીય સૈનિક હથિયાર વગર નહોતા.
તેમણે ટ્વિટમાં લખ્યું, આપણે તથ્યોને યોગ્ય રીતે સમજવા જોઈએ. બોર્ડર ડ્યૂટી પર લાગેલા તમામ સૈનિકો હંમેશા હથિયાર સાથે હોય છે, ખાસ કરીને પોસ્ટથી નિકળતી વખતે 15 જૂને ગલવાન ઘાટીમાં ડ્યૂટી પર તૈનાત સૈનિકો પાસે પણ હથિયાર હતા.
તેમણે આગળ લખ્યું ગતિરોધ દરમિયાન શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની લાંબા સમયથી (1966 અને 2005 કરાર મુજબ) પરંપરા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સવાલ પુછ્યો હતો કે ચીને આપણા હથિયાર વગરના સૈનિકોની હત્યાની હિંમત કેમ કરી? આપણા સૈનિકોને શહીદી માટે હથિયાર વગર કેમ મોકલવામાં આવ્યા ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement