શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈને રાહતના સમાચારઃ 325 જિલ્લામાં હજુ સુથી કોઈ સંક્રમિત નહીં, 28 જિલ્લામાં 2 સપ્તાહથી એક પણ કેસ નથી આવ્યો
14 દિવસ દરમિયાન નવી વ્યક્તિમાં કોરોના વાયરસનો કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી તેમાં કર્ણાટકના 5, છત્તીસગઢના 3, ગુજરાતના 2, કેરળ અને તેલંગાણાના 2-2 જિલ્લા સામેલ છે.
નવી દિલ્હીઃ સતત નિરાશ કરનાર સમાચારોની વચ્ચે કોરોનાને લઈને કેટલાક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના 325 જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નથી આવ્યો. મંત્રાલયે એ તો નથી જણાવ્યું કે તેમાં ક્યા રાજ્યના કેટલા જિલ્લાનો સમાવેશ થાય છે પરંતુ સૂત્રો અનુસાર તેમાં યૂપી અને બિહાર જેવા રાજ્યોને પણ કેટલાક જિલ્લા સામેલ છે.
જોકે તેનાથી પણ વધારે રાહતના સમાચાર એ છે કે દેશના અનેક એવા જિલ્લા છે જ્યાં શરૂઆતમાં કોરોના વાયરસના કેસ આવ્યા બાદ ઓછામાં ઓછા બે સપ્તાહથી નવા કેસ સામે આવ્યા નથી. તેમાં 17 રાજ્યોના 27 જિલ્લા સામેલ છે. જ્યારે પુડુચેરીનો માહી જિલ્લો જ એવો જિલ્લો છે જ્યાં છેલ્લા 28 દિવસથી કરોોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી.
હેલ્થ મિનિસ્ટ્રીના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર દેશના જે જિલ્લાઓમાં ગત 14 દિવસ દરમિયાન નવી વ્યક્તિમાં કોરોના વાયરસનો કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી તેમાં કર્ણાટકના 5, છત્તીસગઢના 3, ગુજરાતના 2, કેરળ અને તેલંગાણાના 2-2 જિલ્લા સામેલ છે.
જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, પુદ્દુચેરી, મિઝોરમ, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના 1-1 જિલ્લા સામેલ છે.
અગ્રવાલે કહ્યું, 14 દિવસથી આ જિલ્લાઓમાં કોઈ નવો કેસ નથી આવ્યો - બિહારનો પટના, પં. બંગાળના નાદિયા અને રાજસ્થાનનો પ્રતાપગડ જીલ્લા, ગુજરાતના ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓ, ભદ્રાદિરી અને તેલંગાણાના કુથગુડમ જિલ્લાઓ, ગોવાના દક્ષિણ ગોવા.
ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલ, જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લા, છત્તીસગના રાજનંદગાંવ, દુર્ગ અને રાયપુર જિલ્લાઓ, પુડુચેરીનો મહી, મિઝોરમનો પશ્ચિમ આઇઝવાલ.
કર્ણાટકનો દેવનગિરિ, કોડાગુ, તુમકુલ, ઉડુપ્પી અને બેલ્લારી જિલ્લા, કેરળનો વાયનાડ અને કોટ્ટાયમ જિલ્લાઓ, પંજાબનો એસબીએસ નગર, હરિયાણાનો પાણીપત અને મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લાનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion