વાયનાડ રેસ્ક્યુ દરમિયાન બની ચમત્કારિક ઘટના, ભીષણ ભૂસ્ખલનના 4 દિવસ બાદ 40 દિવસની માસૂમ જીવિત મળી
જાકો રાખે સાંઇયાં ઉસે માર શકે ના કોઇ... કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલમાં મોતનો આંકડો 300ને પાર થયો છે. ત્યારે 40 દિવસની માસૂમ જીવિત મળી છે. જે કોઇ ચમત્કારથી કમ નથીયય
Waynad landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 319 પર પહોંચી ગયો છે, જ્યારે 200 થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. આ બધી જ દર્દનાક કહાણીની વચ્ચે એક ચમત્કારિક ઘટના બની છે. 40 દિવસની બાળકી અને 6 વર્ષનું બાળક છેલ્લા 4 દિવસથી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મળી આવ્યું છે. આ બન્ને બાળકનો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતા.
જિંદગી માટે સંઘર્ષ કરતી હયાન અને અનારા
વાયનાડમાં થયેલી દુર્ઘટનાને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા હતા અને હજારો લોકો તેમના પરિવારોથી વિખૂટા પડી ગયા હતા. 300 થી વધુ લોકોના મોત થયા પરંતુ કુદરતનો ચમત્કાર પણ અહીં જોવા મળ્યો. અહીં ભારે પૂર અને ભૂસ્ખલન વચ્ચે ચોથા દિવસે 40 દિવસની બાળકી અનાર અને તેના 6 વર્ષના ભાઈ મોહમ્મદ હયાને મોતને માત આપી છે. રેસ્ક્યુ ટીમે બંનેને સુરક્ષિત બહાર કાઢ્યાં છે.
અનારની માતા તેના બાળકોને છાતી સાથે પકડીને બેઠી હતી.
માતા તંજીરા તેની 40 દિવસની પુત્રી અનારા અને પુત્ર હયાન સાથે ટેરેસની દિવાલને વળગી બેઠી હતી, પરંતુ તે દરમિયાન તેનો પુત્ર હયાન જોરદાર કરંટથી વહી ગયો હતો અને થોડે દૂર ગયા બાદ તેને મળી આવ્યો હતો. તારાઓની જાળમાં ફસાયેલા હતો, જો કે . તે જીવંત હતો અને તારને પુરી તાકાતથી પકડેલો હતો. વરસાદ અને ઠંડીનો સામનો કરતી 40 દિવસની અનાર પણ ધ્રૂજી રહી હતી પરંતુ તેણે હિંમત હારી નહીં અને બચાવ ટીમે બંનેને સુરક્ષિત રીતે બચાવી લીધા. 4 -4 દિવસ સુધી વરસાદ અને ઠંડીનો માર સહન કરતાં માત્ર 40 દિવસની બાળકીનું જીવિત રહેવું કોઇ ચમત્કારથી કમ નથી.
અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે
વાયનાડમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. આ સિવાય 200થી વધુ લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને દરરોજ મૃતદેહો સાથે ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સેનાના હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે.