શોધખોળ કરો

Independence Day 2023: શું આપ જાણો છો, માત્ર ભારતને જ નહિં પરંતુ આ 4 દેશને પણ 15 ઓગસ્ટે મળી હતી આઝાદી

દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસને લઇને જોરશોરથી તૈયારી ચાલી રહી છે, 15 ઓગસ્ટના દિવસ માત્ર ભારત જ નહી પરંતુ અન્ય બીજા 4 દેશને પણ મળી હતી આઝાદી

Independence Day 2023 : આ વર્ષે દેશ તેનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને  અંગ્રેજોની ગુલામીથી આઝાદી મળી હતી.  ત્યારથી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટે આઝાદ થનારો ભારત એકમાત્ર દેશ નથી. આવો જાણીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી મેળવનાર અન્ય  કયા દેશો છે.

હાલ  દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદીનું  સવાર જોયું હતું.  ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રમમાં, ભારત આ વર્ષે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. જો કે, 15મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ભારતની સાથે એવા ચાર દેશો પણ છે જે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. ચાલો જાણીએ ક્યા છે આ દેશો છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને દર વર્ષે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે   ઉજવે છે.  આ દિવસે બીજા વિશ્વયુદ્ધના અંતે કોરિયાએ જાપાનની  35 વર્ષની ગુલામીમાંથી  મુક્તિ મેળવી હતી.  આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું. દક્ષિણ કોરિયામાં  આ દિવસને 'ગ્વાંગબોકજેઓલ' તરીકે ઓળખવામાં આવે છે (જેનો અર્થ છે પ્રકાશ પાછો ફર્યો,), જ્યારે ઉત્તર કોરિયામાં તે 'ચોગુખાએબાંગુઈ નાલ' (અર્થ, "પિતૃભૂમિની મુક્તિનો દિવસ") તરીકે ઓળખાય છે.

લિક્ટેનસ્ટેઇન

લિક્ટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે, લિક્ટેંસ્ટાઇને, 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.  તે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં સ્થિત છે. આ દેશ 1940થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940 ના રોજ, લિક્ટેંસ્ટાઇનની સરકારે સત્તાવાર રીતે 1રાષ્ટ્રીય રજા જાહેર કરી છે

રિપબ્લિક ઓફ કોર્ગો

કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. આ પહેલા 1880 થી આઝાદી સુધી ફ્રાન્સના કબજામાં હતું. કોંગો એ આફ્રિકન ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે.

બહરીન

15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીન પર બ્રિટિશ  શાસનનો  આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહરીન આ દિવસે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. જો કે, આ દેશ આ દિવસે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, બહરીન  સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર 16 ડિસેમ્બરને  ધ્વજ ફરકાવે છે અને આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Embed widget