શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે તમામ સરકારી નોકરીઓમાં ભરતી પર મૂકી દીધો પ્રતિબંધ ? જાણો સરકારનું શું કહેવું છે ?
આ સાથે જ એક એ ન્યૂઝ ચેનલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર 17 સપ્ટેમ્બર 2020ના રોજ બેરોજગાર દિવસ મનાવવાની ખૂબ ચર્ચા છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. ત્યારે રોજગાર સાથે જોડાયેલ એક દાવો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકારે નવી નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે હવે સરકારી નોકરી માટે ભરતી કરવામાં નહીં આવે.
આ સાથે જ એક એ ન્યૂઝ ચેનલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જેમાં એન્કર બોલે છે કે ગઈકાલે સાંજે નાણા મંત્રાલય તરફતી એક મેમોરન્ડમ બહાર પાડવામાં આવ્યો છે. કેટલાક દાવાઓ સાથે નાણા મંત્રાલય તરફથી 4 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલ એક ઓફિસ મેમોરેન્ડમની તસવીર પણ વાયરલ થઈ રહી છે.
જોકે ભરતી પર પ્રતિબંધ લગાવાવના દાવાને મોદી સરકારે ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની ડોનલ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબીએ આ દાવાને ફગાવી દીધો છે. આ મામલે પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કહ્યું છે કે, આ દાવો ભ્રામક છે. SSC, UPSC વગેરે જેવી સરકારી એજન્સીઓના માધ્યમથી ભરતીઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.दावा: एक मीडिया चैनल द्वारा यह दावा किया जा रहा है कि सरकार ने नई भर्तियों की प्रक्रिया पर रोक लगा दी है। #PIBFactCheck: यह दावा भ्रामक है। SSC, UPSC आदि जैसी सरकारी एजेंसियों के माध्यम से भर्तियां सामान्य रूप से जारी रहेंगी। यहाँ पढ़ें: https://t.co/MxQ9ZUGVaH pic.twitter.com/GvZfEiBBPh
— PIB Fact Check (@PIBFactCheck) September 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion