મોદી સરકાર કોરોનાના ઈલાજ માટે દરેક યુવક-યુવતીને આપશે 4000 રૂપિયા ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને કોરોનાવાયરસની મફત સારવાર માટે 4000 રૂપિયાની સહાય રકમ મળશે.
સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર યુવાનોને પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના (Pradhanmantri Ramban Suraksha Yojana) હેઠળ 4000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. હવે આ દાવો સાચો છે કે ખોટો તે અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેકે (PIB Fact Check) આ દાવાને બનાવટી ગણાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને કોરોનાવાયરસની મફત સારવાર માટે 4000 રૂપિયાની સહાય રકમ મળશે. નોંધણી કરવા અને આપના ફોર્મ ભરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. નોંધ, અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2021 છે, જલ્દી કરો. મને 4000 રૂપિયા મળી ગયા છે. તમે આપેલ લિંક પરથી પણ અરજી મેળવી શકો છો.
PIB ફેક્ટ ચેકે શું કહ્યું?
સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મેસેજની સત્યતાની તપાસ કરી છે. હકીકતમાં તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના) ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.
दावा: प्रधानमंत्री रामबाण सुरक्षा योजना के अंतर्गत #कोरोनावायरस के निःशुल्क ईलाज के लिए सभी युवाओं को ₹4000 की मदद राशि मिलेगी। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 18, 2021
▶️यह दावा #फर्जी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है।
▶️ऐसी फर्जी वेबसाइट पर अपनी निजी जानकारी साझा न करें। pic.twitter.com/m12henTAHj
આ રીતે જાણો સાચા સમાચાર
અમે તમને જણાવી દઈએ કે જો તમને પણ કોઈ સમાચાર અથવા માહિતીમાં આપવામાં આવેલ તથ્ય અંગે શંકા હોય તો તમે તેને PIB ફેક્ટચેક પર મોકલી શકો છો. સંપૂર્ણ તપાસ બાદ તમને સાચી માહિતી આપવામાં આવશે. આ માટે તમે ઘણા બધા માધ્યમો દ્વારા તમારો મુદ્દો PIB FactCheck ને મોકલી શકો છો.
જો તમે ઈચ્છો છો, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ કરી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પરIPIBFactCheck અથવા ઇન્સ્ટાગ્રામ પર/PIBFactCheck અથવા Facebook પર /PIBFactCheck પર સંપર્ક કરી શકો છો.