શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની મોટી જાહેરાતઃ એન્જીનિયરિંગ કોલેજો ક્યારથી શરૂ કરવા લીધો નિર્ણય ? બીજી કઈ શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે ?
દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ સમગ્ર ભારતમાં એન્જીનીયરિંગ અને ટેક્નિકલ સંસ્થાઓમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટેના સત્રની શરૂઆત પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે અને પ્રવેશની કામગીરીને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી જે કોવિડ-19ના કારણે ખોરંભે ચઢી ગઈ હતી એમ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને એક યાદીમાં જણાવ્યું હતું.
ગયા મહિને જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની તમામ પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પુરી કરીને પહેલી નવેમ્બરથી તેમના અભ્યાસની શરૂઆત કરાવવાની યોજના હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક કોરોનાની મહામારીના કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે. સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરી રહી છે.
દેશમાં ઊભી થયેલી સ્થિતિના કારણે વિવિધ રાજ્યો તરફથી તારીખ વધારવા વિનંતીઓ કરવામાં આવી હતી. અન્ય રાજ્યોની વિનંતીને ધ્યાનમાં રાખીને હવે પહેલી ડિસેમ્બરથી અભ્યાસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશની પ્રક્રિયા પણ ચાલી રહે હોવાથી કાઉન્સિલે એન્જીનિયરિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની તારીખ પણ લંબાવીન 30 નવેમ્બર કરવામાં આવી છે તેવું કાઉન્સિલના સચિવે જણાવ્યું હતું.
ક્લાસ ઓનલાઈન અને ઓફલાઈન કે પછી બ્લેન્ડેડ મોડમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોરોના સબંધીત તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સત્રના ટાઈમટેબલમાં ફેરફાર કરાય તેવી પણ સંભાવના છે. કોવિડ-19ના કારણે હાલની સ્થિતિ જોતાં આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમય સમયે અપાતી ગાઈડલાઇન પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement