શોધખોળ કરો
Advertisement
આગ્રામાં PM મોદી બોલ્યા- "લોકોને મુશ્કેલીઓ છે, પરંતુ દેશ સોનાની જેમ ચમકશે
આગ્રા: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રેલીના સ્થળ પર પહોંચી રિમોટ બટન દબાવીને ગરીબ આવાસ યોજનાનું શુભારંભ કયું હતું. ત્યારબાદ ઉત્તર મધ્ય રેલવેની દિલ્લી-આગરા વચ્ચે મથુરા-પલવલ ચોથી રેલ લાઈનનું પણ રિમોટ બટન દબાવીને શુભારંભ કર્યું હતું. મથુરા-ભુતેશ્ર્વર યા4ડ ખંડની પણ શરૂઆત કરી હતી.
પીએમ નરેંદ્ર મોદીએ રેલી સ્થળ પર બપોરે 3.23 વાગ્યે પહોંચ્યા હતા. સૌ પ્રથમ તેઓ મંચની પાછળ બનાવવામાં આવેલા ગ્રામીણ વિકાસ મંત્રાલયના પંડાળમાં ગયા હતા. ત્યાં ગરીબ આવાસ યોજનાના બનાવવામાં આવેલા મોડેલની જાણકારી મેળવી હતી. ત્યારબાદ આવાસ યોજનાનું રિમોટ બટન દબાવીને શભારંભ કયું હતું. જિલ્લાના 1900 ગરીબોના આ આવાસને ગીફ્ટ મળશે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે મે નોટબંધીનો નિર્ણય કોઈને હેરાન કરવા માટે નથી લીધો પરંતુ ભાવી પેઢીના ભવિષ્ય માટે લીધો છે.
નવી નોટ માટે બેંક થી બેંક અને એક એટીએમથી બીજા એટીએમ ચક્કર લગાવી રહ્યા લોકોને ભરોસો આપતા મોદીએ કહ્યું કે દેશવાસીઓ કાળા નાણા માટે જે કષ્ટ ભોગવી રહ્યા છે, હુ તેને વિશ્ર્વાસ આપુ છું કે તેમનું આ તપ બેકાર નહી જવા દઈશ.
નોટબંધીના નિર્યણથી ફાયદા ગણાવતા મોદીએ કહ્યું કે 500 અને 1000ના નોટબંધ કરવાથી આતંકવાદ ફેલાવી રહેલાને મોટો ઝટકો લાગ્યો છે. મોદીએ કહ્યું જાલીનોટોથી ડ્રગ્સનો વેપાર ચાલતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement