શોધખોળ કરો
રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે તાજમહેલ જોવા નહી જાય PM મોદી, વિદેશ મંત્રાલયે કર્યો ઇનકારઃ સૂત્ર
નોધનીય છે કે અમેરિકન વહીવટીતંત્ર તરફથી એવા રિપોર્ટ આવ્યા હતા કે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની સાથે તાજમહેલ જોવા જશે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના સૂત્રોએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે તાજમહેલ જોવા નહી જાય. જોકે, વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન મોદી અમદાવાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કાર્યક્રમમાં હાજર રહેશે. નોધનીય છે કે અમેરિકન વહીવટીતંત્ર તરફથી એવા રિપોર્ટ આવ્યા હતા કે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની સાથે તાજમહેલ જોવા જશે.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની યાત્રાના સંબંધમાં આગ્રામાં વડાપ્રધાન મોદીની હાજરીના અહેવાલો જોયા છે. હાલમાં આ વિષયમાં કાંઇ કહી શકાય નહીં. પરંતુ વડાપ્રધાન મોદી અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર રહેશે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીએ બે દિવસની ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમા હાજરી આપશે. બાદમાં તેઓ આગ્રા પહોંચશે.Sources: Therefore, no official engagements or presence of senior dignitaries from the Indian side is envisaged there(Agra). (2/2) https://t.co/zNqGCgmiWY
— ANI (@ANI) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement