Monsoon Session: તો શું રાઘવ ચઢ્ઢાનું સાંસદ પદ જશે? જાણો ક્યા મામલે આમ આદમી પાર્ટીના સાંસદને ફટકારવામાં આવી નોટિસ
Monsoon Session: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સામેના આરોપો અંગે બુધવારે (9 ઓગસ્ટ) સંસદની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહના રૂમમાં થઈ હતી.
Monsoon Session: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સામેના આરોપો અંગે બુધવારે (9 ઓગસ્ટ) સંસદની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહના રૂમમાં થઈ હતી. સંસદની વિશેષાધિકાર સમિતિએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને નોટિસ મોકલી છે.
પ્રસ્તાવ રજૂ કરતી વખતે ગેરરીતિ આચરી
નોટિસમાં રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું હતું કે શા માટે તેમના પર લાગેલા આરોપો પર વિશેષાધિકારના ભંગની કાર્યવાહી ન કરવી જોઈએ. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે ગેરરીતિ આચરી હતી અને તેમની સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી.
#WATCH | At the time when resolutions were being moved in the House (during the discussion on the Delhi Services bill), I heard that my name was mentioned in a resolution that was moved by Raghav Chadha. Without taking my prior consent my name can't be put in the resolution. I… pic.twitter.com/6ne2RsQPiM
— ANI (@ANI) August 7, 2023
આ મામલે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર પર આરોપ લગાવ્યો કે તેઓ રાઘવ ચઢ્ઢાને એવી જ રીતે અયોગ્ય ઠેરવવા માંગે છે જે રીતે તેમણે રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવ્યા હતા. આ ખતરનાક લોકો છે, પરંતુ અમે પણ આમ આદમી પાર્ટીના સૈનિક છીએ.
હકીકતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (એમેન્ડમેન્ટ) બિલ-2023 રજૂ કર્યું હતું. જે પાછળથી પસાર પણ થઈ ગયું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન રાઘવ ચઢ્ઢા દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
તેમણે બિલકુલ સહી નથી કરી
દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના તેમના પ્રસ્તાવમાં સુધાંશુ ત્રિવેદી, નરહરી અમીન, થમ્બીદુરાઈ, સસ્મિત પાત્રા, નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાકના નામ સામેલ હતા. જો કે, આમાંથી કેટલાક સાંસદોએ ગૃહમાં ઉભા થઈને કહ્યું હતું કે તેમણે બિલકુલ સહી નથી કરી. સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલ પર પ્રસ્તાવિત પસંદગી સમિતિમાં તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.