શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: હોસ્પિટલમાં ઘૂસ્યું વરસાદનું પાણી, મોડી રાતે કોરોનાના દર્દીઓને કરવા પડ્યાં શિફ્ટ
જે વોર્ડમાં વરસાદનું પાણી ઘૂસ્યું તેમાં કોવિડ-19ના 7થી 8 દર્દીઓ એડમિટ હતાં. ન્યુઝ એજન્સી ANIએ આ ખબરની જાણકારી આપી છે.
મહારાષ્ટ્રના જલગાંમ સ્થિત ડોક્ટર ઉલહાસ પાટિલ મેડિકલ અને હોસ્પિટલની ઈમરજન્સી વોર્ડમાં રવિવારે વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. તમને જણાવી દઈએ કે, જે વોર્ડમાં વરસાદનું પાણી ઘૂસ્યું તેમાં કોવિડ-19ના 7થી 8 દર્દીઓ એડમિટ હતાં. ન્યુઝ એજન્સી ANIએ આ ખબરની જાણકારી આપી છે.
મેડિકલ કોલેજના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દર્દીઓ ગ્રાઉન્ડ ફ્લોર હતાં. ગ્રાઉન્ડ ફ્લોર પર ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો હતો. જ્યાં કુલ 12 દર્દીઓ હતાં. મોડી રાતે થયેલા ભારે વરસાદને કારણે વોર્ડમાં પાણી ભરાઈ ગયું હતું અને જોત જોતામાં પાણી ઘૂટણસમા પહોંચી ગયું હતું
તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ દર્દીઓને ઉપરના મળે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યારે ઘણાં મશીનોને નીચે જ છોડીને આવવું પડ્યું હતું.
ઉલ્લેખયનીય છે કે, વરસાદે રવિવારે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી. જલગાંવમાં પણ રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કોવિડ-10 હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસી ગયા હતાં. નોંધનીય છે કે, કોરોના વાયરસે મહારાષ્ટ્રમાં હાહાકાર મચી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ સંક્રમણના 3390 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 120 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 7 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર હજાર જેટલા લોકોના મૃત્યું પામ્યા છે.#WATCH Maharashtra: Rainwater entered the emergency ward of Dr Ulhas Patil Medical College and Hospital in Jalgaon yesterday. According to hospital authorities, 7-8 patients who were admitted in the ward were safely evacuated. pic.twitter.com/rUml6qZfVJ
— ANI (@ANI) June 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement