Monsoon Update : આકરી ગરમીમાં શેકાઈ રહેલા દેશવાસીઓ માટે સારા સમાચાર
ચોમાસું ત્રણ દિવસ મોડું આંદામાન પહોંચી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસું 16-17 મેની આસપાસ આંદામાન પહોંચતું હોય છે, પરંતુ...
Monsoon Weather Update: કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો હવે માત્ર વરસાદ એટલે કે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, આગામી 24 કલાકમાં ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુઓ, દક્ષિણ આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં દસ્તક દઈ શકે છે. જેના કારણે આંદામાન અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આંદામાનમાં ચોમાસું ત્રણ દિવસ મોડું પહોંચ્યું
જાણવા મળે છે કે, ચોમાસું ત્રણ દિવસ મોડું આંદામાન પહોંચી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસું 16-17 મેની આસપાસ આંદામાન પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તે અહીં ત્રણ દિવસ મોડું પહોંચી રહ્યું છે અને આ કારણોસર તે કેરળમાં પણ મોડું પહોંચશે, જ્યાં તે 1 જૂનને બદલે 4 જૂને પહોંચશે.
મોનસૂન એક્સપ્રેસ કેરળ મોડી પહોંચશે
ખાસ વાત એ છે કે, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ત્યાર બાદ તે તમિલનાડુ, બંગાળની ખાડી, કોંકણ, કર્ણાટક, મુંબઈ, ગુજરાત સુધી પહોંચે છે અને ત્યાર બાદ તે પશ્ચિમ અને ઉત્તર ભારતના પ્રદેશોમાં આગળ વધે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસું મોડું થઈ રહ્યું હોવા છતાં તે સામાન્ય રહેશે અને સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા છે. અત્યાર સુધીના અનુમાન મુજબ આ વખતે અલ નીનોની અસર ચોમાસા પર પણ જોવા મળશે, પરંતુ તેની અસર ચોમાસાના અંતિમ તબક્કામાં જોવા મળશે.
96 ટકા વરસાદની આગાહી
IMD અનુસાર, આ વખતે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે. જ્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા 67 ટકા છે. હાલમાં ચોમાસાની આ આગાહી છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાને લઈને અપડેટ્સ પણ જારી કરશે.
આજે અહીં વરસાદ પડશે : IMD
હાલમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી વચ્ચે આજનું અપડેટ જારી કર્યું છે. જે મુજબ આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, યુપી-બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણામાં હીટવેવ ચાલવાની સંભાવના છે. જ્યારે બીજી તરફ રૂણાચલમાં ગરમીનું મોજું ફરી વળશે. મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેથી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
વીજળી પણ પડે તેવી શક્યતા
હવામાન વિભાગનું કહેવું છે કે, વરસાદની સાથે વીજળી પણ પડી શકે છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. અત્યારે દરેક વ્યક્તિએ હવામાન પ્રત્યે સાવધાની રાખવાની અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે.