શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
90 વર્ષમાં પહેલી વાર RSSમાં વિદ્રોહ, 600 સભ્યોએ આપ્યુ રાજીનામુ
નવી દિલ્લી: ગોવામાં આરએસએસ વડા સુભાષ વેલિંગકરને પદ પરથી હટાવ્યા બાદ સંઘના 600થી વધુ સ્વયંસેવકોએ રાજીનામા ધરી દીધા છે. એટલુ જ નહીં તેમણે અલગ જ સંગઠન બનાવવાની જાહેરાત કરી છે. આ નવા સંગઠનનો નાગપુર સાથે કોઈ સંબંધ નહીં હોય. નવા સંગઠનનું સંચાલન સુભાષ કરશે. જે 400 લોકોએ રાજીનામા ધર્યા છે તેમાં જિલ્લા, ઉપ જિલ્લા અને શાખા પ્રમુખનો સમાવેશ થાય છે.
સંઘે બુધવારે જ વેલિંગકરને ભાજપ વિરુદ્ધ કામ કરવાના આરોપ હેઠળ પદ પરથી હટાવ્યા હતા. જે બાદ 600 કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા. પણજીની એક સ્કૂલ કેંપસમાં અંદાજે છ કલાક ચાલેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સંઘના 100થી વધુ સભ્યો અને પદાધિકારીઓ હાજર હતા. બેઠકમાં સંઘ ઉપરાંત રક્ષામંત્રી મનોહર પાર્રિકર પર પણ આરોપ લગાવ્યો કે, તેમણે વેલિંગકરને હટાવવાનું ષડયંત્ર રહ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ગોવામાં અમિત શાહની રેલી સમયે આરએસએસ દ્વારા વેલિંગકરના કેંદ્રના સભ્યો દ્વારા કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા. જે બાદ વેલિંગકરને આરએસએસની ગોવા શાખાના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion