શોધખોળ કરો
Advertisement
હવે ટ્રાફિક નિયમો થશે કડક, રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ પાસ
મોટર વ્હીકલ સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 108 અને વિપક્ષમાં 13 વોટ પડ્યા હતા.
નવી દિલ્હી: લોકસભા બાદ મોટર વ્હીકલ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 108 અને વિપક્ષમાં 13 વોટ પડ્યા હતા. આ બિલમાં મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવાની જોગાઈ સામેલ છે. આ સિવાય ટ્રાફિક નિયમો તોડવા પર વધુ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પહેલા લોકસભામાં આ બીલ પર જવાબ આપતા કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે મોટર વ્હીકલ સંશોધન બિલના માધ્યમથી રાજ્યોના અધિકારમાં દખલ દેવાનો સરકારનો કોઈ ઈરાદો નથી, આ નિયમો લાગૂ કરવા રાજ્યોની મરજી પર છે અને કેંદ્ર સરકારની કોશિશ રાજ્યોને સહયોગ કરવા, અને પરિવહન વ્યવસ્થામાં બદલવા અને દુર્ઘટનાઓ ઓછી કરવાની છે.
આ બીલમાં રોડની સુરક્ષાને લઈને ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડની જોગાવાઈ કરવામાં આવી છે. બિલમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડને વધારવાની સાથે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
મોટર વ્હીકલ એક્ટની જે નવી જોગવાઈ બિલમાં કરવામાં આવી છે તે અનુસાર દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો છે. ઉપરાંત ઇમરજન્સી વાહનને રસ્તો ન આપવા પર 10,000 રૂપિયાનો દંડ, મોબાઈલ પર વાત કરવા પર દંડ 1000થી વધારીને 5000 કરવાની જોગવાઈ છે.
રોડ સેફ્ટી સાથે જોડાયેલા અનેક સુધારા આ બિલમાં કરવામાં આવ્યા છે. હવે હિટ એન્ડ રન મામલે મૃત્યુ થવા પર 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જે પહેલા 25 હજાર હતું.
હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્તની જોગવાઈ છે. હાલમાં માત્ર 100 રૂપિયા દંડ આપવો પડે છે. લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500થી વધારીને 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.
જો કોઈ સગીર ગાડી ચલાવતા પકડાશે તો ગાડી માલિક અથવા તેના માતાપિતાને દોષીત માનવામાં આવશે. તેના માટે 25,000નો દંડ અથવા 3 વર્ષની સજાની જોગવાઈ છે. તેની સાથે ગાડીનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement