શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
26મી જાન્યુઆરીએ ઝંડો ફરકાવવાની બાબતે બે નેતાઓ લડ્યા, મારામારી કરતો વીડિયો વાયરલ
કોંગ્રેસના બે નેતાઓ રાષ્ટ્રધ્વજના ધ્વજવંદન દરમિયાન ઝંડો ફરકાવવાની બાબતે આમાને સામને આવી ગયા હતા, અને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા
ઇન્દોરઃ મધ્યપ્રદેશમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. ગણતંત્ર દિવસની ઉજવણીનો એક વીડિયો એવો વાયરલ થઇ રહ્યો છે જેમાં બે નેતાઓ લડતા નજરે પડી રહી રહ્યાં છે. આ વીડિયો મધ્યપ્રદેશના ઇન્દોરનો છે. અહીં કોંગ્રેસના બે નેતાઓ રાષ્ટ્રધ્વજના ધ્વજવંદન દરમિયાન ઝંડો ફરકાવવાની બાબતે આમાને સામને આવી ગયા હતા, અને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં ઘટના એવી છે કે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે કોંગ્રેસના જ બે નેતાઓ દેવેન્દ્રસિંહ અને ચંદુ કુંજીર એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા.
વીડિયોમાં જોઇ શકાય છે કે ચંદુ કુંજીરે દેવેન્દ્રસિંહ યાદવને થપ્પડ પણ મારી દીધી, ત્યારબાદ મામલો વધી ગયો. પોલીસે હસ્તક્ષેપ કરીને બંનેના શાંત કરાવ્યા. ઉલ્લેખનીય છે કે આ ઘટના જ્યાં થઈ ત્યાં ખુદ સીએમ કમલનાથ ધ્વજવંદન કરાવવાનાં હતા. તેઓ કાર્યક્રમ માટે શનિવારની સાંજે ઇન્દોર પહોંચ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે સીએમનાં પહોંચવા પર કુંજીર 10થી 15 લોકોને લઇને મંચ પર જવા લાગ્યા. યાદવે તેમને આવુ કરવાથી રોક્યા જેના પર વિવાદ વધી ગયો. કૉંગ્રેસ નેતા અને પોલીસનાં હસ્તક્ષેપથી મામલો તરત જ શાંત થયો. પોલીસે કુંજીર અને તેના સાથીઓને રસ્સીથી બનેલા બૈરિકેટ્સની બહાર મોકલ્યા. તો યાદવ પર નિયંત્રણ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે સીએમનાં પહોંચવા પર કુંજીર 10થી 15 લોકોને લઇને મંચ પર જવા લાગ્યા. યાદવે તેમને આવુ કરવાથી રોક્યા જેના પર વિવાદ વધી ગયો. કૉંગ્રેસ નેતા અને પોલીસનાં હસ્તક્ષેપથી મામલો તરત જ શાંત થયો. પોલીસે કુંજીર અને તેના સાથીઓને રસ્સીથી બનેલા બૈરિકેટ્સની બહાર મોકલ્યા. તો યાદવ પર નિયંત્રણ કર્યું. ત્યારબાદ કમલનાથ પણ ધ્વજવંદન માટે ગયા. ધ્વજારોહણ દરમિયાન કૉંગ્રેસ ઑફિસમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.#WATCH Madhya Pradesh: Two Congress leaders, Devendra Singh Yadav and Chandu Kunjir, entered into a brawl during the flag hoisting ceremony during #RepublicDay celebrations at the party office in Indore. They were later calmed down with the help of police intervention. pic.twitter.com/Q9NcEJ3Sw5
— ANI (@ANI) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion