શોધખોળ કરો

Coastal Road Project: મુંબઇના કોસ્ટલ રોડ પ્રોજેક્ટને મળી સુપ્રીમ કોર્ટની મંજૂરી, હવે બનાવી શકાશે પાર્ક

સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ મુંબઈના કોસ્ટલ રોડના નિર્માણમાં આવતા તમામ અવરોધો હવે દૂર થઈ ગયા છે

Mumbai Coastal Road Project: સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ મુંબઈના કોસ્ટલ રોડના નિર્માણમાં આવતા તમામ અવરોધો હવે દૂર થઈ ગયા છે. વાસ્તવમાં એક એનજીઓએ પર્યાવરણના મુદ્દે કોસ્ટલ રોડને લગતા રોડ નિર્માણ અને અન્ય સુવિધાઓના નિર્માણનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. જે બાદ BMCને મોટી રાહત મળી છે. BMC કમિશનરે આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય ખૂબ જ પ્રોત્સાહક છે.

BMC કમિશનરે SCના આદેશનું સ્વાગત કર્યું

BMC કમિશનર ઈકબાલ ચહલે કહ્યું હતું કે BMC કોસ્ટલ રોડ કેસમાં ગઈકાલે માનનીય જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા ખૂબ જ ઉત્સાહનજક આદેશ છે. અમને લેન્ડસ્કેપિંગ અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગના કામો સાથે આગળ વધવાની મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ નવેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરાશે.

રોડ બનતા હવે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે

આ સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે મુંબઈમાં હાજી અલી પાસે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, સાઈકલ અને જોગિંગ ટ્રેક, ઓપન સ્પેસ ગાર્ડન, દરિયા કિનારે રિસોર્ટ અને બટરફ્લાય પાર્ક બનાવી શકાશે. ફક્ત એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી શકાશે નહીં. માર્ગ નિર્માણની સાથે હવે આ સુવિધાઓના નિર્માણમાં અવરોધ પણ દૂર થયો છે. BMCએ માહિતી આપી છે કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 14 હજાર કરોડ રૂપિયાનો છે અને તે નવેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે.

કોસ્ટલ રોડ બનવાથી શું ફાયદો થશે

મુંબઈમાં કોસ્ટલ રોડનું નિર્માણ થયા બાદ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં ઘણી મદદ મળશે. આ સાથે એમ્બ્યુલન્સની મુસાફરી પણ ઝડપી બનશે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટની ગતિ કોરોના સંકટના કારણે ધીમી પડી ગઈ હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટમાં ગતિ આવશે. અત્યાર સુધીમાં 58 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget