શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈ પોલીસ કમિશનરનો દાવો- રિપબ્લિક ટીવી પૈસા આપી TRP ખરીદવાનું કામ કરી રહ્યું હતું, 2ની ધરપકડ
મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પત્રકાર પરિષદ કરી દાવો કર્યો છે કે ફર્જી TRPનું રેકેટ ચાલી રહ્યું છે. આ મામલામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ: મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પત્રકાર પરિષદ કરી દાવો કર્યો છે કે ફર્જી TRPનું રેકેટ ચાલી રહ્યું છે. આ મામલામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોના નામ આપ્યા છે. તેમણે કહ્યું રિપબ્લિક ટીવી પૈસા આપી ટીઆરપી ખરીદતા હતા.
તેમણે કહ્યું, 'મોટું રેકેટ હાથ લાગ્યું છે. આ રેકેટ છે ફર્જી ટીઆરપીનું. ટેલીવિઝન જાહેરખબર ઈન્ડસ્ટ્રી આશરે 30થી 40 હજાર કરોડ રૂપિયાની છે. જાહેરખબરના દર TRP રેટના આધાર પર નક્કી થાય છઠે. કઈ ચેનલને કઈ હિસાબે જાહેરખબર મળશે તે નક્કી થાય છે. જો ટીઆરપીએમં બદલાવ થાય તો તેનાથી રેવન્યૂ પર અસર પડે છે. કેટલાક લોકોને તેનાથી ફાયદો થાય છે તો કેટલાક લોકોને તેનાથી નુકસાન થાય છે.'
તેમણે કહ્યું, ટીઆરપી માપવા માટે BARC એક સંસ્થા છે. જે અલગ-અલગ શહેરોમાં બેરોમીટર લગાવે છે, દેશમાં આશરે 30 હજાર બેરોમીટર લગાવવામાં આવ્યા છે. મુંબઈમાં આશરે 10 હજાર બેરોમીટર લગાવવામાં આવ્યા છે. બેરોમીટરને ઈન્સ્ટોલ કરવાનું કામ મુંબઈમાં હંસા નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. તપાસ દરમિયાન એ વાત સામે આવી કે કેટલાક જૂના વર્કર જે હંસા સાથે કામ કરી રહ્યા હતા ટેલીવિઝન ચેનલ સાથે ડેટા શેર કરી રહ્યા હતા. તે લોકોને કહેતા હતા કે તમે ઘરમાં હોય કે નહી ચેનલ ચાલુ રાખો, તેના માટે પૈસા આપતા હતા. કેટલાક લોકો જે અભણ હતા, તેમના ઘરમાં અંગ્રેજી ચેનલ ઓન કરવામાં આવતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
સમાચાર
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion