વીડિયો કોલમાં કપડા કઢાવ્યા, મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી અને આટલા લાખ પડાવ્યા, જાણો વિગતો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઠગે એક મહિલાને પોતાનો શિકાર બનાવી છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઠગે એક મહિલાને પોતાનો શિકાર બનાવી છે. તેણે મહિલા પાસેથી 1.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, સાયબર ઠગે તેને વીડિયો કોલ દરમિયાન તેના કપડાં ઉતારવા માટે પણ દબાણ કર્યું હતું.
પીટીઆઈના અહેવાલ મુજબ મામલો મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારનો છે. પીડિત મહિલા ફાર્મા કંપનીમાં કામ કરે છે. માહિતી અનુસાર, ઠગે સૌથી પહેલા 19 નવેમ્બરે તેનો સંપર્ક કર્યો અને તેના પર એક બિઝનેસમેન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. ઠગે તેની ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.
એકાઉન્ટ વેરિફિકેશનના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા
વીડિયો કોલ દરમિયાન ઠગે મહિલાને પૂછપરછ માટે હોટલનો રૂમ બુક કરવાનું કહ્યું. આ પછી, બેંક એકાઉન્ટ વેરિફિકેશનના નામે કોલ દરમિયાન, છેતરપિંડી કરનારાઓએ તેને 1.7 લાખ રૂપિયા મોકલવાનું કહ્યું હતું. મહિલા ગભરાઈ ગઈ અને ઠગ જેમ કહે તેમ કરતી રહી. પછી ઠગે તેને કહ્યું કે તેના શરીરનું વેરિફિકેશન કરાવવાનું છે, તેથી તેણે કપડાં ઉતાર્યા હતા.
જ્યારે મહિલાને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી. મળતી માહિતી મુજબ પીડિત મહિલાએ 28 નવેમ્બરે આ મામલે FIR નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાયિક સંહિતા (BNS) અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પહેલા પણ એક મહિલા સાથે છેતરપીંડિ થઈ હતી
આ અગાઉ, તાજેતરમાં જ મુંબઈમાં ડિજિટલ અરેસ્ટનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે લગભગ એક મહિના પહેલાં એક 77 વર્ષીય મહિલાને અજાણ્યા નંબર પરથી WhatsApp પર કૉલ આવ્યો હતો, જેમાં સાયબર ઠગ્સે પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને મુંબઈ પોલીસ અધિકારી તરીકે આપી હતી. મહિલાને ખોટા કેસમાં ફસાવીને તેની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.
અન્ય એક કેસમાં, એક સાયબર સ્કેમરે મુંબઈના 75 વર્ષીય નિવૃત્ત શિપ કેપ્ટનને શેરબજારમાં ઊંચા વળતરનું વચન આપીને ફસાવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2024થી નવેમ્બર 2024 વચ્ચે 11.16 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.