શોધખોળ કરો

Supreme Court: 'મુસ્લિમ મહિલા પતિ પાસેથી કરી શકે છે ભરણપોષણની માંગ', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Supreme Court: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય આપ્યો હતો.

Supreme Court On Alimony: સુપ્રીમ કોર્ટે બુધવારે (10 જુલાઈ, 2024) મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ભરણપોષણ ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે CrPCની કલમ 125 હેઠળ છૂટાછેડા લીધેલી પત્નીને ભરણપોષણ ચૂકવવાના નિર્દેશ સામે મોહમ્મદ અબ્દુલ સમદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 1986' બિનસાંપ્રદાયિક કાયદાને ઓવરરાઇડ કરી શકે નહીં. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ મસીહે અલગ અલગ પરંતુ સર્વસંમત ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છેઃ સુપ્રીમ કોર્ટ

ચુકાદો આપતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે  "અમે એ નિષ્કર્ષ સાથે ફોજદારી અપીલને ફગાવી રહ્યા છીએ કે CrPCની કલમ 125 તમામ મહિલાઓને લાગુ પડે છે અને માત્ર પરિણીત મહિલાઓને જ નહીં."

કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે જો સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી પેન્ડિંગ હોવા દરમિયાન સંબંધિત મુસ્લિમ મહિલાના છૂટાછેડા થઈ જાય છે તો તે 'મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ 2019'ની મદદ લઈ શકે છે. કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ એક્ટ 2019' CrPCની કલમ 125 હેઠળના ઉપાય સિવાયના ઉપાયો પૂરા પાડે છે.

CrPC ની કલમ 125 શું છે?

શાહબાનો કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CrPCની કલમ 125 એક ધર્મનિરપેક્ષ જોગવાઈ છે, જે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે. જો કે, તેને 'મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, 1986' દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ પછી 2001માં કાયદાની માન્યતા જાળવી રાખવામાં આવી હતી. CrPCની કલમ 125માં પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણની જોગવાઈ છે.

CrPC ની કલમ 125 જણાવે છે કે જો કોઈ વ્યક્તિ તેની પત્ની, બાળક અથવા માતા-પિતાને ભરણપોષણ આપવાનો ઇનકાર કરે છે તો તે આમ કરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં કોર્ટ તેને તેના ભરણપોષણ માટે માસિક ભથ્થું આપવાનો આદેશ આપી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget