Nagaland Exit poll : નાગાલેન્ડમાં યે BJPની બલ્લે બલ્લે! NDPP સાથે મળી કરશે 'રાજ'!!!
ત્રણ રાજ્યોમાં થયેલા મતદાનના આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં ભાજપ અને NDPPની જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Nagaland Exit Poll 2023 : આ મહિને ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ અન્ય બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન થયું હતું. આ ત્રણ રાજ્યોમાં થયેલા મતદાનના આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં ભાજપ અને NDPPની જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. ઝી મેટ્રિઝ અનુસાર, નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તામાં પરત ફરશે. 'ઝી ન્યૂઝ-મેટ્રિક્સ'ના એક્ઝિટ પોલ અનુસાર, નાગાલેન્ડમાં બીજેપી-એનડીપીપી ગઠબંધન 35 થી 43 બેઠકો જીતવાની ધારણા છે. આ સર્વે અનુસાર 60 સીટોવાળી નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસની હાલત દયનીય બની રહી હોવાની દર્શાવવામાં આવી રહી છે. કોંગ્રેસ ડબલ આંકડાની બહાર પણ દેખાઈ રહી છે અને કોંગ્રેસ માત્ર 1 થી 3 બેઠકો જીતશે તેવો અંદાજ છે. તો અન્ય બે પક્ષોમાં એનપીપીને શૂન્યથી એક બેઠક અને એનપીએફને 2થી 5 બેઠકો મળવાની ધારણા છે.
વાત વોટ શેરની કરવામાં આવે તો અહીં NDPP અને BJP માટે 67% વોટ મળે તેવી શક્યતા છે. નાગાલેન્ડ એ પૂર્વોત્તરનું એક રાજ્ય છે જ્યાં એક સાથે અનેક વિવાદો ચાલે છે. આસામ સાથેનો સરહદી વિવાદ હોય કે AFSPAનો મુદ્દો. આ વખતે પણ આ મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી હતી. એક તરફ સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને બીજેપીએ સાથે મળીને ચૂંટણી લડી છે, જ્યારે આ વખતે કોંગ્રેસ અને પીપલ્સ ફ્રન્ટ અલગ-અલગ મેદાન પર ઉભા હતા.
નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફિયુ રિયોની લોકપ્રિયતા અકબંધ છે. એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે 25 ટકા લોકોની પ્રથમ પસંદગી વર્તમાન સીએમ નેફિયુ રિયો છે. અન્ય પાર્ટીના કોઈ સીએમ ચહેરાને 10 ટકા પણ વોટ મળ્યા નથી. નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે, રાજ્યમાં ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે.
નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPAને લઈને અમિત શાહનું મોટું નિવેદન
AFSPA કાયદાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે દાયકાઓ બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ(AFSPA) હેઠળ અશાંત વિસ્તારોને ઓછા કરવાનો નિર્ણય લીધો છે.
અમિત શાહે કહ્યું કે, એક મહત્વ પૂર્ણ પગલા તરીકે ભારત સરકારે દાયકાઓ બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં AFSPA હેઠળ અશાંત ક્ષેત્રોને ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AFSPA હેઠળ ક્ષેત્રોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો અને પ્રધાનમંત્રી દ્વારા ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા અને ઉગ્રવાદને સમાપ્ત કરવા માટે સતત કરવામાં આવતા પ્રયાસો અને કેટલાય કરારોને કારણે ઝડપી વિકાસના પરિણામો આવ્યા છે. ભારત સરકાર ઘણા સમયથી AFSPA અંગે કામ કરી રહી હતી.