સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ બોલ્યા નરેન્દ્ર મોદી- દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો
કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય.
Narendra Modi Speech: કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે.
#WATCH | Delhi: Narendra Modi met President Droupadi Murmu today. The President appointed him as PM-designate and invited him for the swearing-in ceremony
— ANI (@ANI) June 7, 2024
PM-designate Narendra Modi to take oath as PM for the third consecutive time on 9th June. pic.twitter.com/qjnbIB7etu
નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું દેશવાસીઓને ખાતરી આપું છું કે 18મી લોકસભામાં પણ અમે તે જ ગતિ અને એટલી જ તાકાતથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. આજે સવારે એનડીએની એક બેઠક યોજાઈ હતી. તમામ સાથીઓએ ફરી મને પસંદ કર્યો છે. આ વિશે રાષ્ટ્રપતિને મે જાણ કરી. તેમણે મને બોલાવ્યો અને પ્રધાનમંત્રી ઉમેદવારના રુપમાં કામ કરવા માટે ડ્યૂટી આપી છે. મંત્રિપરિષદ સદસ્યની યાદી માટે સૂચિત કરવામાં આવ્યા છે.
'2014માં નવો હતો, હવે મને અનુભવ છે'
આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, "હું 2014માં નવો હતો. હવે મને લાંબા સમયથી અનુભવ મળ્યો છે. હવે અમારા માટે કામને તરત જ આગળ વધારવામાં સરળતા રહેશે. આ અનુભવ દેશની સેવામાં ફાયદાકારક સાબિત થશે. આ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક છબી ઉભરી આવી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયા અનેક સંકટ, તણાવ અને આફતોમાંથી પસાર થઈ રહી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે આપણે આપણી જાતને બચાવવી પડશે અને આગળ વધવું પડશે. આપણે ભારતીયો આટલા મોટા સંકટ વચ્ચે સૌથી ઝડપી ગતિએ આગળ વધવાના છીએ. "
પીએમ મોદીએ કહ્યું કે આજે એનડીએની બેઠક યોજાઈ હતી. એનડીએના સહયોગીઓએ ફરી એકવાર મને આ જવાબદારી માટે પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે હું 9 જૂન 2024ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈશ. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી શુક્રવારે સર્વસંમતિથી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ રીતે મોદી હવે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.