શોધખોળ કરો
Advertisement
સિદ્ધુએ ભાજપ સાથેના 13 વર્ષના સંબંધો ફક્ત ત્રણ લાઇનમાં પૂરા કર્યા
નવી દિલ્લીઃ અવામ-એ-પંજાબના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સિદ્ધુએ પોતાનું રાજીનામું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોકલી આપ્યુ હતું. બાદમાં સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર રાજીનામાની કોપી પોસ્ટ કરી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે સિદ્ધુએ ભાજપ સાથેના 13 વર્ષના સંબંધ છતાં રાજીનામું આપતી વખતે ત્રણ લાઇન પણ લખવાની તસદી લીધી નહોતી.
ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુએ અવાજ-એ-પંજાબ નામની પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી. આ અગાઉ બીજેપીના સાંસદ રહેલા સિદ્ધુએ 18,જૂલાઇના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે સિદ્ધુ વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર અમૃતસર બેઠક પરથી વિજયી બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion