શોધખોળ કરો
Advertisement
NCPની બેઠકમાં સરકાર બનાવવા પર થયો નિર્ણય, શરદ પવાર આવતીકાલે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત
શિવ સેના નેતા સંજય રાઉતે કહ્યું કે, કૉંગ્રેસને લઈને કોઈ અડચણ નથી દેખાઈ રહી. મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે. ત્રણેય પાર્ટીની સરકાર બનશે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા ને 25 દિવસ વીતી ચુક્યા છે. શિવસેના એનસીપી અને કૉંગ્રેસ સાથે સરકાર બનાવવાના પ્રયાસમાં લાગેલી છે. જેને લઈને ત્રણેય પક્ષના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર બનાવવાને લઈને હવે સૌનું ધ્યાન સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે સોમવારે થનારી બેઠક પર છે. આ બેઠકને લઈને શિવસેના પણ આશ્ચસ્ત નજર આવી રહી છે.
શિવ સેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે સરકારના કામકાજને લઇને કોમન મિનિમમ પ્રોગ્રામ પર ત્રણેય પક્ષની સહમતિ બની ગઈ છે. સોનિયા ગાંધી સાથે શરદ પવાર મુલાકાત કરશે, અમે પણ કરીશું તેના બાદ પાવર શેરિંગ પર ચર્ચા થશે. તેઓએ કહ્યું, કૉંગ્રેસને લઈને કોઈ અડચણ નથી દેખાઈ રહી. મહારાષ્ટ્રમાં ડિસેમ્બર સુધીમાં સરકાર બની જશે. ત્રણેય પાર્ટીની સરકાર બનશે. સ્થિર સરકાર માટે થોડો સમય તો લાગશે. નવી સરકાર બની રહી છે અને મુખ્યમંત્રી શિવસેનાનો હશે.
એનસીપીની કોર કમિટીની રવિવારે બેઠક મળી હતી. બેઠક બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે આ બેઠક બાદ અમે એ પરિણામ સુધી પહોંચ્યા છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન જલ્દી સમાપ્ત થવું જોઈએ એક વૈકલ્પિક સરકાર બનાવવી જોઈએ. તેમણે કહ્યું આગામી નિર્ણય કૉંગ્રેસ સાથે ચર્ચા થયા બાદ લેવામાં આવશે.
Nawab Malik, NCP: We have decided that next decision will be taken only after discussion with Congress. Tomorrow Congress President Sonia Gandhi and Pawar Sahab will hold a meeting and day after tomorrow leaders of both the parties will meet. https://t.co/TQ1ib7FMAg
— ANI (@ANI) November 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion