Nehru Memorial: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલાયું, જાણો હવે ક્યા નામે ઓળખાશે
Nehru Memorial Museum: આ વર્ષે જૂનમાં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેનો અમલ કરવામાં આવ્યો છે.
![Nehru Memorial: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલાયું, જાણો હવે ક્યા નામે ઓળખાશે Nehru Memorial: Name of Nehru Memorial Museum changed, now it will be called PM Museum, know why this decision was taken Nehru Memorial: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલાયું, જાણો હવે ક્યા નામે ઓળખાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/16/5f0a06288c109644545d9e4e83ea5107169214906456775_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Museum And Library Society: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ હવે સત્તાવાર રીતે બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નામ પરિવર્તન સોમવાર (14 ઓગસ્ટ)થી લાગુ થઈ ગયું છે.
પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ ચેરમેન એ. સૂર્ય પ્રકાશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "સમાજના લોકશાહીકરણ અને વૈવિધ્યકરણને અનુરૂપ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML) હવે 14મી ઓગસ્ટ 2023થી પ્રભાવી વડાપ્રધાનનું સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) સોસાયટી છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!"
નામ બદલવાનો નિર્ણય જૂનમાં લેવામાં આવ્યો હતો
જૂન 2023 માં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠકમાં, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં એ. સૂર્ય પ્રકાશે જણાવ્યું કે નામ બદલવાની પ્રક્રિયા જૂનમાં શરૂ થઈ હતી અને તે માત્ર સંયોગ છે કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કામ પૂર્ણ થયું હતું.
Nehru Memorial Museum and Library (NMML) is now Prime Ministers Museum and Library (PMML) Society w.e.f August 14, 2023- in tune with the democratisation and diversification of the remit of the society. Happy Independence Day ! @narendramodi, @rajnathsingh @MinOfCultureGoI pic.twitter.com/V7vJ4OVEIN
— A. Surya Prakash (@mediasurya) August 15, 2023
નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?
નવી દિલ્હીમાં આવેલ તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. બાદમાં આ સંકુલને મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું અને નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિચાર રજૂ કર્યો હતો કે તીન મૂર્તિ સંકુલની અંદર ભારતના તમામ વડા પ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય હોવું જોઈએ, જેને નેહરુ મેમોરિયલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
વર્ષ 2022 માં, વડાપ્રધાનોને સમર્પિત આ મ્યુઝિયમ પૂર્ણ થયું, ત્યારબાદ એપ્રિલ 2022 માં તેને લોકો માટે ખોલવામાં આવ્યું. તમામ વડા પ્રધાનોનું મ્યુઝિયમ બન્યા પછી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલને લાગ્યું કે તેનું નામ વર્તમાન સ્વરૂપને પ્રતિબિંબિત કરવું જોઈએ. આ કારણોસર નામ બદલવાનો નિર્ણય ગત જૂનની બેઠકમાં લેવાયો હતો. પીએમ મોદીના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રા પીએમ મ્યુઝિયમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રમુખ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)