નેત્રા મંટેનાની મેરેજ સેરેમની શરૂ, જાણો જસ્ટિન બીબીર સહિત કોણ રહેશે ઉપસ્થિત
Udaipur Grand Wedding: વામસી અને નેત્રાના લગ્નની ઉજવણી 21 નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગઇ. આ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે. ઉદયપુરના પ્રતિષ્ઠિત મહેલો અને ઐતિહાસિક સંકુલને લગ્ન માટે ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે.

Udaipur Grand Wedding:ઉદયપુર હાલમાં એક ભવ્ય અને હાઇ-પ્રોફાઇલ લગ્ન માટે ચર્ચામાં છે. ટેક ઇનોવેશન આઇકોન વામસી ગદીરાજુ અને એક પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ બિઝનેસ પરિવારની નેત્રા મન્ટેનાના ભવ્ય લગ્ન માટે વિશ્વભરના પ્રખ્યાત મહેમાનો આવી રહ્યા છે. આ લગ્નને હાલ ખુબ ચર્ચામાં છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ લગ્નમાં હાજરી આપવા માટે ભારત પહોંચ્યા. ગુરુવારે તેઓ 40 દેશોના 126 ખાસ મહેમાનો સાથે તાજમહેલની મુલાકાત લેતા જોવા મળ્યા, જેમની સાથે સિક્રેટ સર્વિસ અને ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
વામસી ગાદીરાજુ કોણ છે?
વામસી ગદીરાજુ Superorder કંપની સહ-સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર છે, જે તેમની માલિકીની કંપની છે. તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 2024 માં, તેમને અને તેમના સહ-સ્થાપકને સુપરઓર્ડરમાં તેમના કાર્ય માટે ફોર્બ્સની 30 અંડર 30 યાદીમાં ફૂડ એન્ડ ડ્રિંક કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા હતા. તેમની કંપની, સુપરઓર્ડર, નું મૂલ્ય $18 થી $25 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. વામસીએ મલ્ટી-લોકેશન રેસ્ટોરન્ટ્સ માટે AI-આધારિત સોફ્ટવેર ટૂલ્સ વિકસાવ્યા છે જે ઓનલાઈન ઓર્ડરિંગ, ગ્રાહક અનુભવ અને ડિલિવરી નફાને સુધારવામાં મદદ કરે છે. તેમણે રેસ્ટોરન્ટ્સ માટે ટૂલ્સ પણ ડિઝાઇન કર્યા છે, જેમકે AI વેબસાઇટ બિલ્ડર. તેમનો ઉપનયન સમારોહ 23 નવેમ્બર, 2025 ના રોજ થયો હતો.
નેત્રા મંટેના કોણ છે?
નેત્રા મંટેના, અમેરિકાના ઓર્લાન્ડોમાં મુખ્ય મથક ધરાવતા ઇન્જીનિયસ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને સીઈઓ રામ રાજુ મંટેનાની પુત્રી છે. તેમની માતાનું નામ પદ્મજા મંટેના છે. નેત્રા એક અગ્રણી અને પ્રભાવશાળી વ્યવસાયિક પરિવારમાંથી આવે છે, જેના કારણે આ લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યા છે.
લગ્ન ક્યારે અને ક્યાં થશે?
વંશી અને નેત્રાના લગ્ન સમારોહ 21 નવેમ્બરથી શરૂ થયા છે અને ચાર દિવસ સુધી ચાલશે. ઉદયપુરના પ્રતિષ્ઠિત મહેલો અને ઐતિહાસિક સંકુલોને લગ્ન માટે ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. લીલા ધ પેલેસ, માણેક ચોક અને ઝેનાના મહેલ જેવા ભવ્ય સ્થળોએ સમારોહનું આયોજન કરવામાં આવશે. સૌથી મોટું આકર્ષણ જગ મંદિર આઇલેન્ડ પેલેસ હશે, જે પિચોલા તળાવની મધ્યમાં સ્થિત છે, જે સમગ્ર લગ્ન સમારોહનું કેન્દ્ર હશે.
મહેમાનો કોણ હશે? ગ્લેમર અને રાજકારણનો સંગમ
આ લગ્નમાં વૈશ્વિક હસ્તીઓ અને હાઇ પ્રોફાઇલ ધરાવતા મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પહેલાથી જ ભારત આવી ચૂક્યા છે અને આગ્રા અને તાજમહેલની મુલાકાત લીધા પછી લગ્ન સમારોહમાં હાજરી આપશે. આંતરરાષ્ટ્રીય સંગીત સ્ટાર જસ્ટિન બીબર અને જેનિફર લોપેઝ પણ પર્ફોર્મ કરશે તેવા અહેવાલ છે, જે લગ્નના ગ્લેમર અને મનોરંજન મૂલ્યને વધુ વધારશે. વધુમાં, હોલીવુડ અને બોલિવૂડ સ્ટાર્સ, ભારત અને વિદેશના અગ્રણી વ્યવસાયિક પરિવારો અને રાજકીય વ્યક્તિઓ પણ મહેમાનોની યાદીમાં સામેલ છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ખાસ યુએસ સુરક્ષા ટીમ ઉદયપુરની મુલાકાત લીધી હોવાના અહેવાલ છે, જે દર્શાવે છે કે ઘણા ઉચ્ચ-માનનીય વિદેશી મહેમાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે.





















