શોધખોળ કરો
Advertisement
વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું હવે ભારે પડી શકે છે. આજથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું હવે ભારે પડી શકે છે. આજથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જો તમે આજથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો તોતિંગ દંડ ભરવો પડશે. આ ઉપરાંત કેટલાક અન્ય નિયમો પણ કડક બનાવાયા છે, જેનો આજથી જ અમલ શરૂ થઈ જશે.
(1) સીટબેલ્ટ અથવા હેલમેટ નહી પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા થઈ જશે.
(2) ઓવર સ્પીડિંગ માટે દંડ 500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે.
(3) દારૂ પીધા બાદ ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવશે.
(4) આપાતકાલીન સેવાઓ માટે રસ્તો નહી આપવા પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
(5) દેશમાં કુલ ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી 30 ટકાને બોગસ ગણાવ્યા છે. ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ હવે જરૂરી બનશે.
(6) રસ્તાઓ પર ખાડા અને તેની દેખરેખમાં ચૂકથી થનારી દુર્ઘટના માટે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે.
(7) વર્તમાનમાં ડ્રાઈવિંગ લાઈસેંસ 20 વર્ષ માટે માન્ય ગણાય છે અને બિલનું ઉદેશ્ય તેને 10 વર્ષ ઓછુ કરવાનું છે.
(8) 55 વર્ષની ઉંમર બાદ પોતાના ડ્રાઈવિંગ લાઈસેંસની માન્યતા પાંચ વર્ષની રહેશે. લાઈસેંસની વેલિડિટિ ખત્મ થયા બાદ તેને એક વર્ષ સુધીમાં રિન્યૂ કરાવી શકાશે.
(9) જો કોઈ સગીર ગાડી ચલાવતા પકડાશે તો ગાડી માલિક અથવા તેના માતાપિતાને દોષીત માનવામાં આવશે. તેના માટે 25,000નો દંડ અથવા 3 વર્ષની સજાની જોગવાઈ છે.તેની સાથે ગાડીનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવી શકે છે.
(10) રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને વળતર પેટે 5 લાખ અને ગંભીર રીતે ઘાયલને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
IND v WI: પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા, હનુમાની વિહારીની સદી; વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement