(Source: ECI/ABP News/ABP Majha)
New Parliament Building: અધીનમ મહંતે વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ, આવતીકાલે નવા સંસદ ભવનમાં કરાશે સ્થાપિત
આ દરમિયાન પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું
નવી સંસદના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો હતો. આ પરંપરાના વિસર્જન દરમિયાન 21 અધીનમ હાજર રહ્યા હતા. આ પહેલા પીએમ મોદીને સુવર્ણ અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ અધીનમથી સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Delhi | Adheenams handover the #Sengol to Prime Minister Narendra Modi, a day before the inauguration ceremony of #NewParliamentBuilding pic.twitter.com/emA1QReyVR
— ANI (@ANI) May 27, 2023
પીએમ આવાસને સોંપવામાં આવ્યું સેંગોલ
મળતી માહિતી મુજબ, રવિવારે આયોજિત નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. અધિનમ મહંતે વડાપ્રધાન મોદીને સેંગોલ સોંપ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે.
#WATCH | Delhi | Ahead of the inauguration ceremony of #NewParliamentBuilding, PM Narendra Modi meets the Adheenams at his residence and takes their blessings. The Adheenams handover the #Sengol to the Prime Minister pic.twitter.com/Vvnzhidk24
— ANI (@ANI) May 27, 2023
નવા સંસદ ભવનના ઉદ્ધાટનના એક દિવસ પહેલા સેંગોલની ખાસ તસવીરો પણ સામે આવી હતી. 5 ફૂટ લાંબા ચાંદીના બનેલા આ સેંગોલ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. તેના ઉપરના ભાગ પર નંદી બિરાજમાન છે અને તેના પર ધ્વજ બનાવવામાં આવ્યા છે. તેમની નીચે તમિલ ભાષામાં પણ કંઈક લખેલું છે. વાસ્તવમાં તાજેતરમાં પ્રયાગરાજથી લાવવામાં આવ્યા બાદ તેને દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું. આ સેંગોલ 1947 માં બનાવવામાં આવ્યું હતું.
Delhi | Ahead of the inauguration ceremony of #NewParliamentBuilding, PM Narendra Modi meets the Adheenams at his residence and takes their blessings. The Adheenams hand over the #Sengol to the Prime Minister. pic.twitter.com/MLpbjLPbDR
— ANI (@ANI) May 27, 2023
સંસદમાં સેંગોલ ક્યાં સ્થાપિત થશે?
નવી સંસદમાં સેંગોલ સ્થાપિત કરતા પહેલા તેને ફરી એકવાર પવિત્ર જળથી શુદ્ધ કરવામાં આવશે. સંસદ વૈદિક મંત્રોથી ગુંજી ઉઠશે. સંસદમાં શંખનાદ કરવામાં આવશે. આ પછી તેને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે, જે તેને લોકશાહીના નવા મંદિરમાં સ્થાપિત કરશે. લોકસભા અધ્યક્ષની ખુરશીની બાજુના પોડિયમ પર સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.