શોધખોળ કરો

ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ, જાણો માત્ર સાત દિવસમાં જ દર્દી પર કરે છે કેવી ખતરનાક અસર?

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં મળી આવેલા આ વેરિયન્ટ B.1.1.28.2ને વિજ્ઞાનીઓ બહુ ખતરનાક માને છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે. 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો વધુ એક નવો વેરિઅન્ટ B.1.1.28.2 મળી આવ્યો હોવાનો ધડાકો થયો છે. આ વાયરસ બહુ ખતરનાક છે અને માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિઅન્ટ સૌથી પહેલાં બ્રાઝિલમાંથી મળી આવ્યો હતો.

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં મળી આવેલા આ વેરિયન્ટ B.1.1.28.2ને વિજ્ઞાનીઓ બહુ ખતરનાક માને છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે. 

પહેલાં એવું મનાતું હતું કે બ્રાઝિલથી માત્ર  એક જ વેરિઅન્ટ ભારત આવ્યો છે પણ હવે વિજ્ઞાનીએ સ્પષ્ટતા કરી છે કે, બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિઅન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ ઝડપી હોવાથી ઝડપથી ચેપ લગાડે છે.

પુણે ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે B.1.1.28.2 વેરિએન્ટ વિદેશથી આવેલા બે લોકોમાંથી મળી આવ્યો હતો. તેનું જીનોમ સિક્વન્સિંગ કર્યા બાદ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કે જેથી તેની અસર અંગે જાણ થઈ શકે. સીરિયાઈ હૈમસ્ટર (એક પ્રજાતિના ઉંદર) પર કરવામાં આવેલા પરીક્ષણના પરિણામ પ્રમાણે સંક્રમિત થયાના સાત જ દિવસમાં આ વેરિએન્ટની ઓળખ થઈ શકે છે. અભ્યાસ પ્રમાણે જ્યારે બે લોકોમાં આ વેરિએન્ટ મળી આવ્યો ત્યારે તેમનામાં કોઈ લક્ષણો નહોતાં જણાઈ રહ્યા પણ આ વેરિએન્ટથી સીરિયાઈ હૈમસ્ટરને સંક્રમિત કરવામાં આવ્યા તો ગંભીરતાની જાણ થઈ. 

હજુ સુધી ભારતમાં આ વેરીયન્ટના વધુ કેસ નથી નોંધાયા. બીજી તરફ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આ વેરીયન્ટ એન્ટીબોડીનું સ્તર ઘટાડે છે જેથી ફરી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget