શોધખોળ કરો
શ્રીનગરઃ NIAએ આતંકી સલાઉદ્દીનના દીકરાની મની લોન્ડ્રિંગ કેસમાં કરી ધરપકડ
નવી દિલ્હીઃ આતંકી સૈયદ સલાઉદ્દીનને મોટો ઝટક્યો લાગ્યો છે. તપાસ એજન્સી NIAએ આતંકી ફંડિંગ મામલે હિઝબુલ ચીફ સલાઉદ્દીનના દીકરા શકીલ અહમદની ધરપકડ કરી છે. શકીલ અહમદ લેબ ટેકનિશિયન છે. શ્રીનગરથી શકીલની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સી એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એનઆઇએની ટીમે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં શકીલ અહમદને શ્રીનગરના રામબાગ વિસ્તારમાંથી ઝડપ્યો હતો. જાણકારી અનુસાર, એનઆઇએએ શકીલ અહમદના ત્રણ તક આપી હતી પરંતુ તેણે કોઇ જાણકારી ના આપતા તેની ધરપકડ કરાઇ છે.
એનઆઇએએ ગયા વર્ષે સૈયદ સલાઉદ્દીનના બીજા દીકરા સૈયદ શાહિદે મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરાઇ હતી. એનઆઇએ શાહિદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. જાણકારી અનુસાર, શાહીદ શ્રીનગરમાં કૃષિ વિભાગમાં કામ કરતો હતો.સલાઉદ્દીન આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ચીફ છે. હિઝબુલ કાશ્મીર સહિત આખા ભારતમાં અનેક હુમલાઓ કરાવી ચૂક્યુ છે. એપ્રિલ 2014માં જમ્મુ કાશ્મીરમાં થયેલા વિસ્ફોટની જવાબદારી હિઝબુલે લીધી હતી. આ હુમલામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement