શોધખોળ કરો
Advertisement
ફાંસીના ત્રણ દિવસ અગાઉ નિર્ભયા કેસના દોષિત અક્ષયે ફરીથી કરી દયા અરજી
આ અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે નિર્ભયાના દોષિત અક્ષયની દયા અરજી ફગાવી દીધી હતી
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત અક્ષયે ફાંસીના ત્રણ દિવસ અગાઉ એકવાર ફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયા અરજી કરી છે. દોષિત અક્ષયે રાષ્ટ્રપતિ પાસે ફરીવાર દયા અરજી કરી છે. આ અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે નિર્ભયાના દોષિત અક્ષયની દયા અરજી ફગાવી દીધી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર હવે દોષિત અક્ષયે નવી દયા અરજી કરી છે જેમાં તેણે દાવો કર્યો છે કે પ્રથમ દયા અરજીમાં તમામ તથ્યો નહોતા.
નિર્ભયાના દોષિત અક્ષયે ફાંસીથી બચવા માટે નવો પેંતરો રચ્યો છે. વાસ્તવમાં નિર્ભયાના દોષિતોને ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યે ફાંસી આપવાનું ડેથ વોરંટ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આદેશ આપ્યો હતો.2012 Delhi gangrape case: One of the convicts, Akshay has moved mercy petition claiming that his earlier petition that was dismissed did not have all the facts. pic.twitter.com/RArzA5mUjZ
— ANI (@ANI) February 29, 2020
તે સિવાય શુક્રવારે નિર્ભયાના દોષિત પવન કુમારે ફાંસીથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે જેમાં તેણે ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની માંગ કરી છે. પવન કુમારના વકી એપી સિંહે દલીલ કરી હતી કે ગુના સમયે પવન કુમાર સગીર હતો અને મોતની સજા તેને આપી શકાય નહીં.2012 Delhi gangrape case: A Delhi court asks Tihar jail authorities to file a report on an application moved by convict Akshay, seeking stay on execution of the death warrant. He claims his earlier mercy petition that was dismissed did not have all the facts. Matter posted Monday https://t.co/6DL3AhSM5X
— ANI (@ANI) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement