શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આરોગ્ય સેતુ એપે દેશમાં કેટલા ઉભરતા હૉટસ્પૉટને લઈ સરકારને કરી એલર્ટ, આંકડો જાણીને ચોંકી જશો
કાંતે જણાવ્યું, આરોગ્ય સેતુ એપે સરકારને દેશમાં 650થી વધારે હૉટસ્પૉટ અંગે એલર્ટ કર્યા. ઉપરાંત 300થી વધારે ઉભરતા નવા હૉટસ્પૉટ અંગે જણાવ્યું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના દર્દીને ટ્રેક કરનારી આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશન ઘણી મદદગાર સાબિત થઈ રહી છે. આરોગ્ય સેતુએ દેશના 650થી વધારે હૉટ સ્પોટ અને 300થી વધારે ઉભરતા હૉટસ્પૉટ અંગે અધિકારીઓને સતર્ક કર્યા હોવાનું નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું, ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં આરોગ્ય સેતુ એપે 18 જિલ્લામાં 60થી વધારે હૉટસ્પૉટની ઓળખ કરી. દેશભરમાં એપે સબ પોસ્ટ ઓફિસ લેવલ પર 130 હૉટસ્પોટ અંગે જણાવ્યું, જે બાદ સ્વાસ્થ્ય મંત્રાલય વાસ્તવિક હૉટસ્પૉટની જાહેરાત કરી શકે છે.
કાંતે જણાવ્યું, આરોગ્ય સેતુ એપે સરકારને દેશમાં 650થી વધારે હૉટસ્પૉટ અંગે એલર્ટ કર્યા. ઉપરાંત 300થી વધારે ઉભરતા નવા હૉટસ્પૉટ અંગે જણાવ્યું. આ એપ હૉટસ્પૉટની સચોટ માહિતી આપે છે અને નવા હૉટસ્પૉટ બનતાં રોકવામાં મદદ કરે છે. અત્યાર સુધીમાં આશરે 6 કરોડ 90 લાખ લોકોએ સેલ્ફ અસેસમેંટ ટેસ્ટ કર્યો છે. જેમાંથી 3 કરોડ 40 લાખથી વધારે લોકોએ ખુદને અસ્વસ્થ જાહેર કર્યા છે. કારણકે તેમનામાં એક કે ત્રણથી વધારે લક્ષણ દેખાતા હતા.
આરોગ્ય સેતુ એપ લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 9 કરોડ 60 લાખથી વધારે લોકો તેને ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. તે વિશ્વભરમાં 5 કરોડ યૂઝર્સ સુધી પહોંચનારી સૌથી ઝડપી મોબાઈલ એપ બની ગઈ છે અને હવે 10 કરોડ ક્લબમાં સામેલ થનારી એપ બની જશે. કોરોના સામેની લડાઈમાં આરોગ્ય સેતુ એપ સરકારની કોનો ટેસ્ટ કરવાનો છે અને ક્યાં વધારે ટેસ્ટ કરવાના છે એમ બે રીતે મદદ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion