શોધખોળ કરો
Advertisement
મોદીના મંત્રીએ સ્વીકાર્યું કે- આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ભારત, જાણો શું આપ્યું કારણ
નવી દિલ્હીઃ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતું કે, વ્યાપક પ્રમાણમાં તેલ આયાત કરવાને કારણે ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ડોલરની સરખામણીએ સતત ગગડી રહેલા રૂપિયા અને વ્યાપાર ખોટના વધવાને કારણે ગુરુવારે યોજાનારી પ્રમુખ મંત્રીઓ અગાઉ ગડકરીએ આ વાત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાનો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે. તે પોતાની તેલની જરૂરિયાતના 80 ટકા આયાત કરે છે. આ વર્ષની શરૂઆતથી ડોલરની સરખામણીએ રૂપિયો લગભગ 13 ટકા તૂટી ચૂક્યો છે. આ કારણે તેલની આયાતનો ખર્ચ વધી રહ્યો છે. કાચા તેલની કિંમતોમાં વધારાથી સ્થિતિ બગડી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત 4 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે અને આ 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઇ છે.
રૂપિયાની કમજોરી, કાચા તેલની કિંમતોમાં વધારો અને IF&SLની ખરાબ આર્થિક સ્થિતિને કારણે શેર બજાર તૂટી રહ્યું છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં 800 અંકનો કડાકો બોલ્યો હતો. ડોલરના મુકાબલે રૂપિયો 43 પૈસાથી તૂટીને 73.77 પ્રતિ ડોલરના નવા રેકોર્ડ નિચલા સ્તર પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement