(Source: ECI/ABP News/ABP Majha)
કેરળમાં હવે નિપાહ વાયરસનો આતંક: 20 લોકો હોસ્પિટલમાં ભરતી, 168ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં
કોન્ટેક્સ ટ્રેસિંગ દ્રારા કુલ 188 એવા લોકોની ઓળખ કરવામાં આવી છે. જે મૃત બાળકના સંપર્કમાં આવ્યાં હતા. જેમાં 20 લોકોને હાઇરિસ્કમાં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
તિરૂવનન્તપુરમ: કેરળમાં કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ખતરો તોળાઇ રહ્યો છે. કોઝિકોડથી થોડા અંતરે માવૂરમાં 12 વર્ષના બાળકનું નિપાહ વાયરસથી મોત થઇ ગયા બાદ પ્રસાશન એલર્ટ થઇ ગયું છે. તેમના માટે સ્થાનિક અધિકારીઓએ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં તેમના પ્રસારની રોકથામ માટે તૈયારી શરૂ કરી દીધી છે.
વાયરસ ફેલાવવાની આશંકાને જોતા કોઝિકોડમાં એક સ્પેશિયલ નિપાહ વોર્ડ શરૂ કરી દેવાયો છે. હોસ્પિટલે કહ્યું કે, મંત્રીઓ તેમજ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સાથે પ્રસ્તાવિત બેઠક બાદ આગળની યોજના પર નિર્ણય કરવામાં આવશે.
તો બીજી તરફ કોન્ટૈક્સ ટ્રેસિંગ દ્વારા કુલ 188 એવા લોકોની ઓળખ કરવામાં આવી છે, જે મૃત બાળકને સંપર્કમાં આવ્યાં હતા. તેમાંથી 20ને હાઇ રિસ્કમાં હોવાથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. તેમાંથી 2માં નિપાહના લક્ષણો મળ્યાં છે. તો 168ને ઘરમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.
કોઝિકોડ જિલ્લામાં 12 વર્ષિય બાળકનું નિપાહ વાયરસના કારણે મોત થઇ ગયું. રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન મોકલાવેલા નમૂનામાં તેમના આ વાયરસ સંક્રમિત થવાની પુષ્ટી થઇ ગઇ છે. મંત્રીએ જણાવ્યું કે, બાળકના ઘરથી ત્રણ કિલોમીટર દૂર સુધા વિસ્તારને નિરૂદ્ધ ક્ષેત્ર જાહેર કરી દેવાયું છે.
જોર્જે કહ્યું કે. આ રાજ્યોમાં પૂણે એનઆઇવી અધિકારીથી કોઝિકોડ હોસ્પિટલમાં તપાસની સુવિધાની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. એનઆઇવીની ટીમ અહીં આવીને જરૂરી કામ કરશે. જો પ્રારંભિક તપાસમાં દર્દી સંક્રમિત હોવાનું સામે આવે તો તેમને એનઆઇવી મોકલી દેવાશે. તો રિઝલ્ટ 12 કલાકની અંદર ઉપલબ્ધ કરાશે.
કેરળમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં રવિવારે કોવિડના 26,701 નવા કેસ સામે આવતાની સાથે કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને 42 લાખ 7 હજાર 838 થઇ ગયા. જ્યારે 74 વધુ મોત થતાં મૃતકોની સંખ્યા21,496 પર પહોંચી ગઇ છે. કેરળના વિભિન્ન જિલ્લામાં આ સમય 6,24301 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જેમાંથી 33,240 લોકો હોસ્પિટલમાં ભરતી છે.