શોધખોળ કરો

હવે ગામડામાં નિશુલ્ક મળશે દર્દીને સારવાર, જાણો શું છે IMAનું ‘આઓ ગાંવ ચલે’ અભિયાન

એક તરફ જ્યાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ યુવા ડોક્ટરો ગામડાઓથી દૂર ભાગી રહ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ડોક્ટરોને ગામડા સુધી લઈ જવા માટે એક મહત્વપૂર્ણ અને હકારાત્મક પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ""આઓ ગાંવ ચલે"

IMA:એક તરફ જ્યાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ યુવા ડોક્ટરો ગામડાઓથી દૂર ભાગી રહ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ડોક્ટરોને ગામડા સુધી લઈ જવા માટે એક મહત્વપૂર્ણ અને હકારાત્મક પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. "આઓ ગાંવ ચલે" નામના પ્રોજેક્ટથી ગુજરાત સહિત દેશભરના એસોસિએશન સાથે સંકળાયેલ ડોક્ટરો ગામડાને દત્તક લઈ એક વર્ષ સુધી દેખભાળ રાખી ગામડાના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરશે.

 ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો આવનાર એક વર્ષ સુધી ગ્રામ્ય સ્તરે લોકોના આરોગ્યની ચિંતા કરી માર્ગદર્શન આપી તેમની સારવાર કરશે. ગુજરાત સહિત દેશભરમાં આગામી 25મી જૂનથી "આઓ ગાંવ ચલે", નામનો પ્રોજેક્ટ લોન્ચ થવા જઈ રહ્યો છે. જેમાં નાના શહેર, ગામ કે મોટા શહેરોની IMA બ્રાન્ચ તેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એક ગામની પસંદગી કરી આરોગ્ય લક્ષી સેવાઓ માટે દત્તક લેશે. જેમાં ગામના લોકોની વિનામૂલ્યે IMA ના ડોક્ટરો કરશે. દર મહિને દત્તક લીધેલ ગામમાં કેમ્પ લગાવવામાં આવશે આ ઉપરાંત જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગામના દર્દીઓનું માર્ગદર્શન આપશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે એસોસિએશન સરકારી હોસ્પિટલ અને સ્થાનિક સેવાકીય સંસ્થાઓની મદદ પણ લેશે.

 રાજ્યમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની 110 જેટલી બ્રાન્ચિક કાર્યરત છે. જેમાં 35 હજારથી વધારે વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો જોડાયેલા છે. એસોસિએશન રાજ્યમાં 100 થી વધારે ગામડા દત્તક લેવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. એસોસિએશનના તબીબોના મત અનુસાર ગ્રામ્ય સ્તરે બાળ રોગો, રસીકરણ, એનેમિયા બાળકોને લગતા રોગો, સિઝનલ બીમારી વાયરલ રોગો ઉપરાંત ખાસ મહિલા સંબંધિત રોગ અને માસિક સંબંધિત સમસ્યાઓ અંગે ગ્રામ્ય સ્તરે જાગૃતતાનો અભાવ છે. જેથી ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સારવાર અને વિવિધ પ્રકારના રોગને કેવી રીતે રોકવા તે અંગે માહિતગાર  કરવા માટે ડોકટરો કામ કરશે.

 વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના રોગ અને તેની સમસ્યાઓ સંદર્ભે નાના નાના ગામડાઓમાંથી સારવાર માટે શહેરોમાં મોટા પ્રમાણમાં આવતા હોય છે. જેમના માટે મોંઘી સારવાર લેવી તો પડકાર મોટો પડકાર હોય છે જેથી આ  અભિયાન આવનાર દિવસોમાં ગામડાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ઓડિશાના બાલાસોરમાં એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી, જાણો કેવી રીતે સર્જાયો આટલો ભંયકર અકસ્માત

Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ... યશવંતથી હાવડા સુધીની દુરંતો એક્સપ્રેસ બે હાઈપ્રોફાઈલ ટ્રેન અને એક લગેજ ટ્રેન છે.

શુક્રવારે (2 જૂન) સાંજે ઓડિશાના બાલાસોરમાં એક દર્દનાક ટ્રેન દુર્ઘટના બાદ, 233 લોકોએ જીવ ગુમાવ્યા અને 900 થી વધુ લોકો ઘાયલ થયા. આ સાથે ઓડિશા સરકારે શનિવારે તમામ કાર્યક્રમો રદ કરીને 1 દિવસના રાજકીય  શોકના  આદેશ આપ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે.

કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના કેવી રીતે થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ મોડી રાત્રે ઓડિશા સરકારે સ્પષ્ટતા કરી હતી કે એક જ જગ્યાએ ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને ક્રેશ થઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

ત્રણ ટ્રેન એકસાથે કેવી રીતે ટકરાઈ?

2 જૂનની સાંજે, જ્યારે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાવડા તરફ જઈ રહી હતી, તે દરમિયાન ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી  ગયા હતા. બીજી તરફ શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પણ સામેથી આવતી માલગાડીના ડબ્બા સાથે અથડાઈ ગયા હતા અને આ ગમખ્વાર  અકસ્માત બાલાસોર જિલ્લાના બહાના બજાર સ્ટેશન પાસે થયો હતો.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 233 પર પહોંચી ગયા બાદ અહીં રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલોમાં  પણ મોટી સંખ્યામાં ઘાયલો દાખલ  છે. બીજી તરફ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. આથી સમગ્ર રાજ્યમાં 3 જૂને કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં.

ઓડિશાના બાલાસોરમાં, શુક્રવારે સાંજે જિલ્લાના બહનાગા રેલ્વે સ્ટેશન નજીક શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઘટનાસ્થળે છ સભ્યોની ટીમ મોકલી રહી છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્યક્તિગત રીતે મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને અકસ્માત સ્થળ પર એક ટીમ મોકલવા અને મુસાફરી કરી રહેલા પશ્ચિમ બંગાળના લોકોને મદદ કરવા નિર્દેશ આપ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget