શોધખોળ કરો
હવે પ્લેનમાં બોર્ડિંગ પાસ પર સિક્કો નહીં મારે CISFના જવાન, પેસેન્જર્સ લઈ શકશે 350ML હેન્ડ સેનિટાઈઝર
દરેક એરપોર્ટ ડાયરેક્ટરને તેમના પીઈએસસી ક્ષેત્રમાં પૂરતી ઊંચાઈ પર સીસીટીવી કેમેરા લાગેલા હોય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
![હવે પ્લેનમાં બોર્ડિંગ પાસ પર સિક્કો નહીં મારે CISFના જવાન, પેસેન્જર્સ લઈ શકશે 350ML હેન્ડ સેનિટાઈઝર Now you can take 350 ml sentizers during air travelling હવે પ્લેનમાં બોર્ડિંગ પાસ પર સિક્કો નહીં મારે CISFના જવાન, પેસેન્જર્સ લઈ શકશે 350ML હેન્ડ સેનિટાઈઝર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/14163719/-%E0%A4%AE%E0%A5%87%E0%A4%82-%E0%A4%AA%E0%A5%88%E0%A4%B8%E0%A5%87%E0%A4%82%E0%A4%9C%E0%A4%B0%E0%A5%8D%E0%A4%B8-%E0%A4%B2%E0%A5%87-%E0%A4%9C%E0%A4%BE-%E0%A4%B8%E0%A4%95%E0%A5%87%E0%A4%82%E0%A4%97%E0%A5%87-350ML-%E0%A4%B9%E0%A5%88%E0%A4%82%E0%A4%A1-%E0%A4%B8%E0%A5%88%E0%A4%A8%E0%A4%BF%E0%A4%9F%E0%A4%BE%E0%A4%87%E0%A4%9C%E0%A4%B0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનો હવે મુસાફરો વિમાનમાં બેસે તે પહેલા તપાસ દરમિયાન તેમના બોર્ડિંગ પાસ પર સિક્કો નહીં મારે. વિમાન સુરક્ષા રેગુલેટર બીએસએએસે આ અંગે જાણકારી આપીને કહ્યું હવે મુસાફરો યાત્રા દરમિનયાન 350 મિલીલીટર હેન્ડ સેનિટાઈઝર પોતાની સાથે લઈ જઈ શકશે.
બ્યૂરો ઓફ સિવિલ એવિએશને તેના આદેશમાં કહ્યું કે, દરેક એરપોર્ટ ડાયરેક્ટરને તેમના પીઈએસસી ક્ષેત્રમાં પૂરતી ઊંચાઈ પર સીસીટીવી કેમેરા લાગેલા હોય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. આમ કરવાથી મુસાફરો અને તેમના બોર્ડિંગ પાસની સરળતાથી ઓળખ કરી શકાશે. દેશના વિવિધ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના જવાનો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમના બોર્ડિંગ પાસ પર સિક્કો નહીં મારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
બીઆઈએસએફે બીજા આદેશમાં કહ્યું કે, કોરોના વાયરસની સુરક્ષાને જોતા વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમની હેન્ડબેગમાં 350 મિલીલીટર સુધી લિક્વિડ હેન્ડ સેનેટાઈઝર લઈ જવા દેવામાં આવશે. સામાન્ય રીતે 100 મિલીલીટર કે તેથી વધારે લિક્વિટી પદાર્થ યાત્રીઓને હવાઈ મુસાફરી દરમિયાન લઈ જવાની મંજૂરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)