શોધખોળ કરો

Corbevax Booster Dose: દેશમાં પહેલીવાર બૂસ્ટર ડોઝ માટે મિક્સ કોરોના વેક્સિનની ભલામણ, સરકાર લેશે નિર્ણય

જે લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ મેળવ્યા છે, એવા લોકોને પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ડોઝ) તરીકે બાયોલોજિકલ E દ્વારા વિકસિત કોર્બેવેક્સ રસી આપવાની ભલામણ NTAGIએ કરી છે.

Covid Vaccination: જે લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ મેળવ્યા છે, એવા લોકોને પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ડોઝ) તરીકે બાયોલોજિકલ E દ્વારા વિકસિત કોર્બેવેક્સ રસી આપવાની ભલામણ NTAGIએ કરી છે.  Corbevax એ COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ રસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના કોવિડ-19 વર્કિંગ ગ્રુપે આ ભલામણ કરી છે.

NTAGI અનુસાર, જે પુખ્ત વયના લોકોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અથવા ભારત બાયોટેક બાયોટેકની કોવેક્સિન મળી છે તેઓને કોર્બેવેક્સ બૂસ્ટર આપી શકાય છે. હાલમાં, કોવિડ -19 રસી જે પ્રથમ અને બીજા ડોઝ તરીકે લેવામાં આવી હતી, તે જ રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો દેશમાં પ્રથમ વખત એવું બનશે કે પ્રથમ રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી કોવિડ રસીની જગ્યાએ બીજી કંપનીની રસીને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.

NTAGIએ ભલામણમાં શું કહ્યું?

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે 20 જુલાઈએ તેની બેઠકમાં ત્રીજા તબક્કાના ડેટાની સમીક્ષા કરી હતી. આમાં, 18 થી 80 વર્ષની વયના કોવિડ-19 નેગેટિવ લોકો કે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સીનના પ્રથમ બે ડોઝ લીધા હતા, તેમની રોગપ્રતિકારક શક્તિ પર અસરનું મૂલ્યાંકન કોર્બેવેક્સ રસી ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા પછી કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ડેટાની તપાસ કર્યા પછી, CWGને જાણવા મળ્યું કે જેઓ કોવેક્સિન અથવા કોવિશિલ્ડને પ્રથમ અને બીજા ડોઝ તરીકે લે છે તેમને ત્રીજા ડોઝ તરીકે કોર્બેવેક્સ આપી શકાય છે, જે વાયરસ સામે લડવા માટેના એન્ટિબોડીઝના નોંધપાત્ર સ્તરને ઉત્પન્ન કરે છે.

અત્યારે બાળકોને અપાઈ રહી છે કોર્બોવેક્સ વેક્સિનઃ

ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત RBD પ્રોટીન સબ્યુનિટ રસી, Corbevax, હાલમાં કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને રસી આપવા માટે ઉપયોગમાં લેવાય છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ 4 જૂને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ તરીકે Corbevax ને મંજૂરી આપી હતી.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Embed widget