શોધખોળ કરો
Advertisement
ઓડિશાઃ જુગારમાં પત્નીને હારી ગયો પતિ, જીતનારાએ બળાત્કાર ગુજાર્યો
નવી દિલ્હીઃ તમે મહાભારતની વાર્તા તો સાંભળી જ હશે જેમાં પાંડવોએ પોતાની પત્ની દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા. આવી જ એક ઘટના ઓડિશાના બાલાસોરમાં સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી હતી. બાદમાં જીતનારાએ કથિત રીતે તેની પત્ની પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ દાવો કર્યો હતો કે આ દરમિયાન પતિએ તેને બચાવવાના બદલે આરોપીની મદદ કરી હતી.
બાલાસોરમાં 35 વર્ષની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 23 મેના રોજ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીએ તેના પતિની મરજીથી રેપ ગુજાર્યો હતો. પીડિતા બે બાળકોની માતા છે.
પોલીસે કહ્યું કે, બાલિકુટ ગામમાં રહેનારી આ મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે તેણે પતિ સાથે મદદ માંગી તો તેણે મોં બંધ કરી દીધું હતું. પીડિતાના ગામના લોકોનું કહેવું છે કે તેના પતિને જુગારની ટેવ છે. તેણે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી હતી અને હારી ગયો હતો. જોકે, થોડા સમય બાદ પીડિતા ગામના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ પાછી ખેંચવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement