શોધખોળ કરો

Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ

Okhla Election Results 2025: આપ ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન ઓખલાથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પહેલીવાર 2015ની ચૂંટણીમાં ઓખલા બેઠક કબજે કરી હતી

Okhla Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ આજે મતગણતરી ચાલી રહી છે. રાજ્યની ઓખલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) ના વર્તમાન ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, ભાજપના મનીષ ચૌધરી અને કોંગ્રેસના અરીબા ખાન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. આ વખતે ઓખલામાં, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ દિલ્હી રમખાણોના આરોપી શિફાઉર-ઉર-રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે. તેથી, આમ આદમી પાર્ટીનો રસ્તો સરળ લાગતો નથી. અમાનતુલ્લાહ ખાનના મજબૂત પાયાના સંબંધો હોવા છતાં, આ વખતે કોંગ્રેસ અને AIMIM ના હરીફ ઉમેદવારો સાથેની લડાઈ વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે. શું AAP આ વખતે પણ આ બેઠક જાળવી શકશે કે પછી આ વખતે રમત બીજા કોઈના હાથમાં જશે? 

અપડેટ્સ આંકડાં - 
અત્યારે તાજા અપડેટ પ્રમાણે, ભાજપ ઓખલા બેઠક પરથી 5૦૦૦ મતોથી આગળ છે, જ્યારે આપ નેતા અમાનતુલ્લાહ પાછળ ચાલી રહ્યાં છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા ઓખલામાં મોટી ઉથલપાથલ થઇ શકે છે. આ પહેલા પૉસ્ટલ બેલેટમાં ભાજપના મનીષ ચૌધરી આગળ હતા, પૉસ્ટલ બેલેટ વૉટમાં ભાજપ ૭૦ મતોથી આગળ હતું. ઓખલા બેઠક પર પૉસ્ટલ બેલેટ મતોની ગણતરી વખતે મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા છે.

આપ ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન ઓખલાથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પહેલીવાર 2015ની ચૂંટણીમાં ઓખલા બેઠક કબજે કરી હતી. ૨૦૨૦ની ચૂંટણીમાં, અમાનતુલ્લાહ ૧ લાખ ૩૦ હજાર ૩૬૭ મતો સાથે જીત્યા હતા, જે તેમના ભાજપ હરીફ બ્રહ્મા સિંહના ૫૮ હજાર ૫૪૦ મતો કરતાં બમણાથી વધુ છે. જોકે, આ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા AAP ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને આ ચૂંટણીમાં મત ગણતરી પહેલાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, "ઓખલામાં કુલ 3 લાખ 80 હજાર 295 મત છે. ફોર્મ 17C મુજબ, ઓખલામાં કુલ મતદાન 2 લાખ 16 હજાર 729 હતું. ઇન્શા અલ્લાહ આપણને મોટી જીત મળશે!

આ વખતે ઓખલા વિધાનસભા બેઠક માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025 ના રોજ થયું હતું. ૫૪.૯% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઓખલા બેઠક 2015 થી AAPનો ગઢ રહી છે. પરંતુ પહેલા આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ૧૯૯૩ની ચૂંટણીમાં, પરવેઝ હાશ્મીએ કોંગ્રેસમાં જોડાતા પહેલા જનતા દળની ટિકિટ પર આ બેઠક જીતી હતી. હાશ્મીએ ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮માં પણ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે.

હાશમી પછી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના આસિફ મોહમ્મદ ખાને 2009 માં યોજાયેલી પેટાચૂંટણી જીતી. બાદમાં તેમણે કોંગ્રેસના બેનર હેઠળ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી અને જીતી. આ પછી, 2015 માં AAP નેતા અમાનતુલ્લાહ ખાને અહીં ધ્વજ ફરકાવ્યો હતો. જોકે, હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ઉમેદવાર શિફા ઉર રહેમાન ખાને ઓખલામાં પોતાના દબદબાની ચર્ચા વધારી દીધી છે. AIMIM ને દિલ્હી વિધાનસભાની ઓખલા બેઠક પરથી પણ ઘણી આશાઓ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70 વિધાનસભા બેઠકો માટે કુલ 699 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. 5 ફેબ્રુઆરીએ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થયું હતું.

આ પણ વાંચો

Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget