Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: મતગણતરી દરમિયાન પ્રાપ્ત થયેલા તાજેતરના આંકડા મુજબ, બાદલી વિધાનસભા મતવિસ્તારમાં INCનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપ 19 બેઠકો પર આગળ છે જ્યારે AAP પણ 14 બેઠકો પર આગળ છે. આ દરમિયાન ચાલો કોંગ્રેસ પર નજર કરીએ, જે એક બેઠક પર ખાતું ખોલી રહી છે અને એક બેઠક પર આગળ ચાલી રહી છે. દિલ્હીની બાદલી બેઠક પર કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસે અહીંથી દેવેન્દ્ર યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
મતગણતરી દરમિયાન પ્રાપ્ત થયેલા તાજેતરના આંકડા મુજબ, બાદલી વિધાનસભા મતવિસ્તારમાં INCનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ઉમેદવાર દેવેન્દ્ર યાદવે નજીકના SUCI ઉમેદવાર પરમોદ કુમાર કરતાં લીડ મેળવી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર યાદવે બાદલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેના કારણે આ એક હોટ સીટ બની ગઇ છે. દેવેન્દ્ર યાદવ અગાઉ પણ બાદલી બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. દેવેન્દ્ર યાદવે 2008 અને 2013 ની દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. દેવેન્દ્ર યાદવે 2015 અને 2020ની ચૂંટણીમાં પણ બાદલીથી ચૂંટણી લડી હતી. પણ તે જીતી શક્યા નહીં. આ વખતે ફરી કોંગ્રેસે દેવેન્દ્ર યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે દિલ્હી ન્યાય યાત્રા કાઢીને કોંગ્રેસની તરફેણમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ પણ કર્યો. હવે બધાની નજર આ બેઠકના ચૂંટણી પરિણામ પર ટકેલી છે.
બાદલી વિધાનસભા બેઠક
આ વખતે બાદલી વિધાનસભા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અહીં, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર યાદવ AAPના બે વખતના ધારાસભ્ય અજેશ યાદવ સામે મેદાનમાં છે. જ્યારે ભાજપે આ બેઠક માટે દીપક ચૌધરીને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
બાદલી વિધાનસભા બેઠક ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારનો ભાગ છે. અહીં લગભગ 1 લાખ 40 હજાર મતદારો છે, જેમાંથી 79 હજારથી વધુ પુરુષ મતદારો અને 60 હજારથી વધુ મહિલા મતદારો છે. ૨૦૧૫ની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અજેશ યાદવે બાદલી બેઠક જીતી હતી. 2020 ની ચૂંટણીમાં પણ અજેશ યાદવે AAP માંથી ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
