Operation Sindoor: ભારતની એરસ્ટ્રાઇકથી બોખલાયું પાકિસ્તાન, સરહદ પર ગોળીબારમા ત્રણ ભારતીય નાગરિકોના મોત
Operation Sindoor: ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

Operation Sindoor: 'ઑપરેશન સિંદૂર'ને લઈને વધુ એક સમાચાર આવ્યા છે. સરહદ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. પાકિસ્તાનની ગોળીબારીમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના નાગરિકોને નિશાન બનાવી રહી છે. સરહદના ગામો પર પાકિસ્તાની સેના ફાયરિંગ કરી રહી છે
Op Sindoor: India hits terror hotbeds in Bahawalpur, Muridke, Sialkot and PoJK
— ANI Digital (@ani_digital) May 7, 2025
Read @ANI story | https://t.co/oZJ5Cywcny#OperationSindoor #terrorhotbeds #IndiaPakistan pic.twitter.com/2VIuxcQix4
During the night of 06-07 May 2025, the Pakistan Army resorted to arbitrary firing, including Artillery shelling from posts across the Line of Control and IB opposite J&K. Three innocent civilians lost their lives in indiscriminate firing/shelling. Indian Army are responding in a… pic.twitter.com/8NGHbZ1ePG
— ANI (@ANI) May 7, 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે.
'ઓપરેશન સિંદૂર': 9 સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા:
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખાને નિશાન બનાવીને 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવતું હતું." આ ઓપરેશન અંતર્ગત કુલ મળીને નવ (૯) સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જૈશ, હિઝબુલ અને લશ્કરના ઠેકાણા નિશાના પર:
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત જૈશ એ મોહમ્મદ (JeM) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) ના તાલીમ કેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કુખ્યાત આતંકવાદીઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓ પર પણ એક પછી એક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.





















