Opposition Meeting: 'I.N.D.I.A.' ની બેઠકની તારીખમાં થઈ શકે છે બદલાવ, હવે આ મહિને થશે મીટિંગ
કેટલાક નેતાઓએ તેમના વ્યસ્ત સમયપત્રકને ટાંકીને અગાઉની નિર્ધારિત તારીખો પર ઉપલબ્ધ થવાની અસમર્થતા વ્યક્ત કરી છે. વિરોધ પક્ષોએ અગાઉ પટના અને બેંગલુરુમાં બેઠકો યોજી હતી.
Opposition Parties Mumbai Meeting: વિપક્ષી ગઠબંધન ભારત ('I.N.D.I.A.')ની આગામી બેઠકની તારીખમાં ફેરફાર થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોએ શનિવારે (29 જુલાઈ) જણાવ્યું કે 26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ ('I.N.D.I.A.')ની આગામી બેઠક હવે ઓગસ્ટના બદલે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં થઈ શકે છે.
કેટલાક નેતાઓએ તેમના વ્યસ્ત સમયપત્રકને ટાંકીને અગાઉની નિર્ધારિત તારીખો પર ઉપલબ્ધ થવાની અસમર્થતા વ્યક્ત કરી છે. વિરોધ પક્ષોએ અગાઉ પટના અને બેંગલુરુમાં બેઠકો યોજી હતી. મુંબઈમાં ત્રીજી બેઠક થશે, જેમાં મહાગઠબંધન સંયોજકનું નામ, સંકલન સમિતિની રચના સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.
શરદ પવાર ઓગસ્ટમાં મહારાષ્ટ્રના પ્રવાસ પર નિકળશે
સૂત્રોનું કહેવું છે કે એનસીપીના વડા શરદ પવાર ઓગસ્ટના મધ્યથી મહારાષ્ટ્રના પ્રવાસ પર નિકળશે અને તેઓ એવા નેતાઓમાં સામેલ છે જેઓ આવતા મહિને હાજર નહી રહી શકે. એનસીપી તાજેતરમાં બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. બીજા જૂથનું નેતૃત્વ શરદ પવારના ભત્રીજા અજિત પવાર કરી રહ્યા છે.
મીટિંગની તારીખોને ધ્યાનમાં રાખીને
મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મીટિંગ માટે 25-26 ઓગસ્ટની તારીખો હજુ પણ વિચારણા હેઠળ છે, પરંતુ દરેક વ્યક્તિ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે અમે વધુ તારીખો જોઈ રહ્યા છીએ.
પટના અને બેંગલુરુમાં બેઠકો યોજાઈ
આ પહેલા વિપક્ષી પાર્ટીઓની પહેલી બેઠક 23 જૂને પટનામાં થઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ બેઠકનું આયોજન કર્યું હતું. જ્યારે બીજી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈના રોજ યોજાઈ હતી અને કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. બેંગલુરુમાં, 26 વિરોધ પક્ષોએ તેમના મહાગઠબંધનનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લૂસિવ અલાયન્સ(ઈન્ડિયા) તરીકે જાહેર કર્યું.
23 જૂને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની યજમાનીમાં પટનામાં વિપક્ષી પાર્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 15 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. લોકસભાની ચૂંટણી પહેલા વિરોક્ષ પક્ષોએ સાથે મળીને ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લૂસિવ અલાયન્સ બનાવ્યું છે. આ અલાયન્સની પ્રથમ બેઠકમાં બિહારમાં મળી હતી. બીજી બેઠક બેંગ્લુરુમાં મળી હતી. હવે ત્રીજી બેઠકનું આયોજન મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાવા જઈ રહ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial