શોધખોળ કરો
Advertisement
Oxford એ ‘ટૉક્સિક’ શબ્દને જાહેર કર્યો 2018નો વર્ડ ઓફ ધ યર
લંડન: ઑક્સફોર્ડ ડિક્શનરીએ ‘ટૉક્સિક’ શબ્દને આ વર્ષનો ’વર્ડ ઓફ ધ યર’જાહેર કર્યો છે. ઓક્સફોર્ડ અનુસાર આ શબ્દ 2018માં ઉપજેલી સ્થિતિ, મિજાજ અને ભાવના વગેરેને પ્રદર્શિત કરે છે. ઑક્સફોર્ડ અંગ્રેજી શબ્દકોશે એક નિવેદનમાં કહ્યું કે, ‘ઑક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર’એવો શબ્દ કે અભિવ્યક્તિ છે જે સાંસ્કૃતિક મહત્વની દ્રષ્ટીથી મહત્વ ધરાવે છે.
આ વર્ષના શબ્દ માટે જે શબ્દની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં ‘ટૉક્સિક’ સિવાય ગેસલાઇટિંગ, ઇનસેલ અને ટેકલેશ શબ્દો સામેલ હતા. જેમાંથી ટૉક્સિક શબ્દની પસંદી કરવામાં આવી.
આંકડાઓ અનુસાર આ વર્ષે ટૉક્સિક શબ્દની સાથે કેમિકલ અને મેસ્કુલિનિટી જેવા શબ્દનો પણ ખૂબજ ઉપયોગ કરવામાં આવ્યો. નિવેદન અનુસાર મી ટૂ અભિયાનમાં ‘ટૉક્સિક મેસ્કૂલિનિટી’ નો ઉપયોગ થયો. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવનાર બ્રેટ કાવાનાહ સીનેટ ન્યાયિક સમિતિની સુનાવણી જેવી વર્ષની બહુ ચર્ચિત ઘટનાઓમાં પણ ‘ટૉક્સિક મેસ્કુલિનિટી’નો પ્રયોગ થયો. આ શબ્દએ જનમાનસના ઊંડી અસર પાડી હતી અને 2018માં લોકોએ તેના પર ઘણી ચર્ચાઓ કરી.
ટૉક્સિક વિશેષણનો ઉપયોગ ઝેર ના સંદર્ભમાં થાય છે અને અંગ્રેજીમાં પ્રથમ વખત આ શબ્દનો પ્રયોગ 17મી સદીના મધ્યમાં થયો હતો. જે મધ્યયુગીન લેટિન શબ્દ ‘ટૉક્સિકસ’ પરથી આવ્યો હતો. જેનો અર્થ ‘ઝેર’ કે ‘વિષમય’ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement