Padma Awards 2023: ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણથી નવાજાશે, જુઓ લિસ્ટ
Padma Awards 2023 ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને મેડિસિન (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થશે
Padma Awards 2023: 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 26 લોકોને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને મેડિસિન (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થશે. દિલીપ મહાલનોબિસને આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે.
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ડૉ. દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેમને આ સન્માન ORSની શોધ માટે આપવામાં આવ્યું હતું. રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. રતન ચંદ્રાકરને આંદામાનના જારાવા જનજાતિમાં ઓરી માટે વધુ સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. હીરા બાઈ લોબીને ગુજરાતમાં સિદ્ધી આદિવાસીઓના બાળકોના શિક્ષણ પરના તેમના કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. મુનીશ્વર ચંદર દાવર, યુદ્ધ પીઢ અને જબલપુરના ડૉક્ટર છેલ્લા 50 વર્ષથી વંચિતોની સારવાર કરી રહ્યા છે, જેમને ચિકિત્સા (પોષણક્ષમ આરોગ્ય સંભાળ)ના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
#PadmaAwards2023 | Hirabai Lobi, Siddi Tribal social worker and leader, who has dedicated her life for the betterment of the Siddi community in Gujarat to Padma Shri in the field of Social Work (Tribal). pic.twitter.com/j0CzUpDBru
— ANI (@ANI) January 25, 2023
વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ-
દિલીપ મહાલનાબીસ - પદ્મ વિભૂષણ
રતન ચંદ્ર કર – પદ્મશ્રી
હીરાબાઈ લોબી - પદ્મશ્રી
મુનીશ્વરચંદ્ર દાવર - પદ્મશ્રી
રામકુઇવાંગબે નુમે - પદ્મશ્રી
વી પી અપ્પુકુટ્ટન પોડુવલ - પદ્મશ્રી
શંકુર્ત્રી ચંદ્રશેખર - પદ્મશ્રી
વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાં - પદ્મશ્રી
તુલા રામ ઉપ્રેતી - પદ્મશ્રી
નેક્રમ શર્મા - પદ્મશ્રી
જનમ સિંહ સોયા - પદ્મશ્રી
ધનીરામ ટોટો - પદ્મશ્રી
ગુજરાતમાંથી કોને કયા એવોર્ડ મળ્યા
પદ્મ વિભૂષણ
- બાલકૃષ્ણ દોષી (મરણોત્તર), આર્કિટેક્ટર, ગુજરાત
પદ્મશ્રી
- પ્રેમજીત બારિયા, કલા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ
- ભાનુભાઈ ચિતારા, કલા, ગુજરાત
- હેમંત ચૌહાણ, કલા, ગુજરાત
- મહિપત કવિ, કલા, ગુરાત
- અરઝીજ ખંભાતા (મરણોત્તર), ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત
- હિરાબાઈ લોબી, સોશિયલ વર્ક, ગુજરાત
- પ્રો. મહેન્દ્ર પાલ, સાયન્સ એન્ડ એન્જિનયરિંગ, ગુજરાત
- પરેશભાઈ રાઠવા, કલા, ગુજરાત
#PadmaAwards2023 | ORS pioneer Dilip Mahalanabis to receive Padma Vibhushan (posthumous) in the field of Medicine (Pediatrics).
— ANI (@ANI) January 25, 2023
25 other personalities across various walks of life to receive Padma Shri. pic.twitter.com/nIFthqsogE