શોધખોળ કરો

Parliament Building Inauguration: નવા સંસદના ઉદ્ધાટન સમારોહનો વિપક્ષ કરશે બહિષ્કાર, સરકારને મળ્યો પટનાયક, રેડ્ડી અને બાદલનો સાથ

સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે

New Parliament Inauguration:  સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે. 19 વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સરકારે વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દરમિયાન બીજુ જનતા દળ (બીજેડી) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત કેટલાક અન્ય પક્ષોએ સમારોહમાં હાજરી આપવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ નહીં કરે.

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) ના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઈમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
  2. બુધવારે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સમારોહના બહિષ્કારની જાહેરાત કરી હતી. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર હેઠળ સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહથી દૂર રાખવાનું અભદ્ર કૃત્ય સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન અને લોકશાહી પર સીધો હુમલો છે.

  1. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે , જનતા દળ (યુનાઈટેડ), આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ ઉદ્ધાટન સમારોહનો સંયુક્ત બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

  1. જે પક્ષોએ સંયુક્ત રીતે ઉદ્ધાટન સમારોહનો કર્યો તેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથિગલ કાટ્ચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુન્નેત્ર કષગમ (MDMK) અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. પણ સામેલ છે. આ સિવાય તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી BRS અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. યુપીના પૂર્વ સીએમ માયાવતીની બસપાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
  2. એનડીએએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના રાજકીય પક્ષોના નિર્ણયની નિંદા કરી છે. NDAએ એક નિવેદનમાં કહ્યું કે આ જાહેરાત માત્ર અપમાનજનક નથી, તે આપણા મહાન રાષ્ટ્રના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે. NDA સ્પષ્ટપણે વિપક્ષના નિર્ણયની નિંદા કરે છે.

  1. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજુ જનતા દળે વિપક્ષના બહિષ્કાર વચ્ચે આ કાર્યક્રમમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. બીજેડીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના વડા છે અને સંસદ 1.4 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બંને સંસ્થાઓ ભારતીય લોકશાહીના પ્રતીકો છે અને ભારતના બંધારણમાંથી પોતાના અધિકારો પ્રાપ્ત કરે છે. આ બંધારણીય સંસ્થાઓ કોઈપણ મુદ્દાથી ઉપર હોવી જોઈએ. આવા મુદ્દાઓ પર હંમેશા પછીથી ચર્ચા થઈ શકે છે.

  1. BJD ઉપરાંત શિરોમણી અકાલી દળ (SAD) પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પાર્ટીના નેતા દલજીત સિંહ ચીમાએ બુધવારે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે દેશને નવું સંસદ ભવન મળી રહ્યું છે અને તે ગર્વની ક્ષણ છે. અમે નથી ઈચ્છતા કે આ સમયે કોઈ રાજનીતિ થાય. આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ ઉદ્ઘાટનમાં ભાગ લેશે.

  1. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઐતિહાસિક સેંગોલ નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ હવે અલ્હાબાદના એક સંગ્રહાલયમાં છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમને રાજકારણ સાથે ન જોડવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget