Pegasus Spyware: પેગાસસ જાસૂસી મામલા પર પશ્વિમ બંગાળ તરફથી રચાયેલી સમિતિ નહી કરે તપાસ, સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે ભારતમાં કેટલાક લોકો પર નજર રાખવા માટે ઇઝરાયલના જાસૂસી સોફ્ટવેર પેગાસસનો કથિત ઉપયોગની તપાસ માટે સાઇબર નિષ્ણાંતોની ત્રણ સભ્યોની સમિતિ 27 ઓક્ટોબરના રોજ બનાવી હતી.
Pegasus Snooping Allegations: સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસીના આરોપ પર પશ્વિમ બંગાળ સરકાર દ્ધારા રિટાયર્ડ જસ્ટિસ એમબી લોકુરની અધ્યક્ષતામાં રચવામાં આવેલા આયોગની તપાસ પર શુક્રવારે રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે આ અરજી પર સંજ્ઞાન લીધું હતું અને જેમાં કહેવામાં આવ્યું હતું કે પશ્વિમ બંગાળ સરકારને આશ્વાસન છતાં આયોગે પોતાનું કામ શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું હતું કે લોકુર સમિતિ તપાસ પર આગળ કાર્યવાહી કરશે નહીં.
સુપ્રીમ કોર્ટે ભારતમાં કેટલાક લોકો પર નજર રાખવા માટે ઇઝરાયલના જાસૂસી સોફ્ટવેર પેગાસસનો કથિત ઉપયોગની તપાસ માટે સાઇબર નિષ્ણાંતોની ત્રણ સભ્યોની સમિતિ 27 ઓક્ટોબરના રોજ બનાવી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકની પ્રાઇવેસીનો ભંગ વિરુદ્ધ સુરક્ષાની આવશ્યકતા છે અને સરકાર દ્ધારા ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપવામાં આવે તો કોર્ટ મૂકપ્રેક્ષક બની રહે નહીં.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ લોકુર અને કોલકત્તા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય તપાસ આયોગના સભ્ય છે. પશ્વિમ બંગાળ સરકારે ગયા મહિને આ તપાસ આયોગની રચનાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેશનલ મીડિયા સંગઠનોના એક સંઘે કહ્યું કે પેગાસસ સ્પાય સોફ્ટવેરનો ઉપયોગ કરીને દેખરેખ માટે સંભવિત લોકોની યાદીમાં 300 થી વધુ ભારતીય મોબાઇલ ફોન નંબરો સામેલ છે.