એક પછી એક જમીનમાં સમાવા લાગ્યા લોકો, વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે
સોશિયલ મીડિયા રોજે રોજ ચોંકાવનારા વીડિયો અપલોડ થતા રહે છે. ઘણી વખત ઇન્ટરનેટ પર એવા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.
સોશિયલ મીડિયા રોજે રોજ ચોંકાવનારા વીડિયો અપલોડ થતા રહે છે. ઘણી વખત ઇન્ટરનેટ પર એવા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આજે અમે જે વાયરલ વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમા એક પછી એક લોકો જાણે જમીનમાં સમાય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ વીડિયો ઘણો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ ચોંકી ગયા હતા.
Watch out for the man hole. pic.twitter.com/Lc7dZ1rCcc
— W (@WWarped) August 18, 2021
આ વીડિયોમાં કેટલાક લોકો રસ્તા પર ઉભેલા જોવા મળે છે. તો બીજી તરફ, નજીકમાં એક કાર પણ પાર્ક કરેલી જોવા મળે છે. આ દરમિયાન એક વ્યક્તિ પોતાની ધૂનમાં ફોન પર વાત કરતો કરતો કાર તરફ જતો જોવા મળે છે, પરંતુ બે ડગલાં આગળ વધતાં જ અચાનક જમીનમાં ફસાઈ જાય છે. આ દરમિયાન તેની બાજુમાં ઉભેલા લોકો તેને બચાવવા દોડે છે, તેઓ પણ એક પછી એક જમીનમાં સમાવા લાગે છે.
વીડિયો જોયા પછી તમે પણ એક મિનિટ માટે વિચારવા મજબૂર થઈ જશો કે આખરે આ કેવી રીતે થયું? સામાન્ય રીતે ભૂકંપ કે લેન્ડ સ્લાઈડના કારણે રસ્તાઓ તૂટી જાય છે અથવા તો ખાડા પડી જાય છે, પરંતુ આ વીડિયોમાં બધું સામાન્ય હોવા છતાં જમીનમાં ખાડો પડી જાય છે.
આ વીડિયો ટ્વિટર પર '@WWarped' નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેકડોવાર જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.