શોધખોળ કરો
સતત 11માં દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત
છેલ્લા 11 દિવસમાં ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત પણ 6.00 રૂપિયા પ્રતિ લિટર વધી છે.
![સતત 11માં દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત petrol diesel became expensive for the 11th consecutive day સતત 11માં દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17135205/petrol-diesel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડા છતાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ફરીથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે તો ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
બુધવારે 17 જૂનના રોજ પણ સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ગઈકાલની 76.73 રૂપિયાથી વધીને 77.28 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જે 55 પૈસા પ્રતિ લિટર મોઘું થયું છે. તેવી જ રીતે ડીઝલ 60 પૈસા પ્રતિ લિટર મોંઘું થઈને 75.19 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 75.79 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
આમ તો છેલ્લા 11 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ઘરઆંગણે તેની કિંમત સતત વધી રહી છે. હાલમાં ઇન્ડિયન બાસેક્ટ ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 35 ડોલર પ્રિત બેરલની આસપાસ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતમાં આ પ્રમાણે ઘટાડો જોવા મળ્યો નથી. તેની અસર છે કે છેલ્લા 11 દિવસમાં ડીઝલની કિંમતમાં 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત પણ 6.00 રૂપિયા પ્રતિ લિટર વધી છે.
ગુજરાત માટે તો એમાં પણ પડતા પર પાટું જેવી સ્થિતિ છે. કારણ કે ઓઈલ કંપનીઓા ભાવ વધારા ઉપરાંત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ વધુ 2 રૂપિયા મોંઘું થયું છે. ગુજરાત સરકારે કોરોનાને કારણે ટેક્સની આવકમાં થયેલ ઘટાડાને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલના વેટમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ ગુજરાતમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં વાત કરીએ તો છેલ્લા 11 દિવસમાં ડીઝલ 8.40 રૂપિયા અને પેટ્રોલ 8 રૂપિયા પ્રતિ લિટર વધ્યા છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)