2024 ની ચૂંટણી જીતવા PM મોદી 239 રૂપિયાનું 28 દિવસનું મોબાઇલ રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે.
PIB Fact Check: મોબાઈલ રિચાર્જને લઈને કંપનીઓ સતત અલગ-અલગ ઑફર્સ આપીને લોકોને ફસાવે છે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, ઘણી વખત કંપની લોકોને ફ્રી ડેટા અને કોલિંગ ઑફર પણ આપે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. જો કે આમાં કોઈ કંપનીનું નામ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.
શું છે વાયરલ દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે- " પીએમ મોદી દ્વારા તમામ ભારતીય યૂઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે જેથી 2024ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને વોટ કીર શકે અને ફરીથી ભાજપની શરકાર બની શકે. મેં પણ મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે તમે પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવી શકો છો. "
दावा : प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा सभी भारतीय यूजर्स को ₹239 का 28 दिन वाला रिचार्ज फ्री में दिया जा रहा है #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 3, 2023
◼️ यह दावा फर्जी है
◼️ भारत सरकार द्वारा यह फ्री रिचार्ज योजना नहीं चलाई जा रही
◼️ यह धोखाधड़ी का एक प्रयास है pic.twitter.com/aGk9u4LJEU
શું છે વાયરલ દાવાની સત્યતા
હવે તમને આ વાયરલ દાવાની સત્યતા જણાવો. વાસ્તવમાં, સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી, જેમાં ફ્રી રિચાર્જ ઉપલબ્ધ હોય. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીએ તેની હકીકત પણ તપાસી છે. આ એક સ્કેમ છે, જો તમને પણ આવો જ મેસેજ મળ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરો. કારણ કે જો તમે આપેલ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ તરત જ ખાલી થઈ શકે છે. એટલા માટે આવા મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો અને સામેની વ્યક્તિને પણ તેની જાણ કરો.