શોધખોળ કરો
Advertisement
આધુનિક ખેતી સમયની જરૂર, ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશેઃ PM મોદી
ખેડૂત આંદોલનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના રાયસેનમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબોધન કર્યું.
ભોપાલઃ ખેડૂત આંદોલનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના રાયસેનમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે કહ્યું, મધ્યપ્રદેશના 35 લાખ ખેડૂતોના ખાતમાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાં કોઈ આડતિયા નથી. સીધા સરકારમાંથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ રહ્યા છે. આજે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોને ઋણના મામલામાં સરળતા થઈ રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, આધુનિક ખેતી સમયની જરૂર છે. ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે. ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં ભારતનો ખેડૂત સુવિધાના અભાવથી આધુનિક રીતથી અસહાય બને તે સ્થિતિ સ્વીકારી શકાય નહી. જે કામ 25-30 વર્ષ પહેલા થવું જોઈતું હતું હવે થઈ રહ્યું છે. દુનિયાના મોટા મોટા દેશોના ખેડૂતોને જે આધુનિક સુવિધા ઉપલબ્ધ છે તે ભારતના ખેડૂતોને મળે, તેમાં હવે વિલંબ કરી શકાય નહીં.
થોડા દિવસોથી દેશમાં ખેડૂતો માટે બનાવવામાં આવેલા નવા કાયદાની ચર્ચા થઈ રહી છે. આ કૃષિ સુધારા કાયદા રાતોરાત નથી બન્યા. છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે તેના પર વ્યાપક ચર્ચા કરી છે. મોદીએ કહ્યું, કોંગ્રેસ 10 વર્ષમાં એક વખત 50 હજાર કરોડ રૂપિયાના ઋણ માફીની વાત કરી હતી. પરંતુ અમારી સરકાર ખેડૂત સમ્માન યોજનામાં દર વર્ષે 75 હજાર કરોડ આપી રહ્યોછે. યુપીએ સરકારમાં યુરિયાની પરેશાની થતી હતી. પરંતુ આજે પરેશાની ખતમ થઈ ઘઈ છે. આ લોકોના સમયમાં સબ્સિડી ખેડૂતોના નામ પર ચઢતી હતી પંરંતુ તેનો લાભ અન્યને મળતો હતો. અમારી સરકારે ભ્રષ્ટાચાર ખતમ કરવાની સાથે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કર્યા છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, જો કોંગ્રેસ સરકારને ચિંતા હોત તો દેશમાં 100 સિંચાઈ પ્રોજેક્ટ લટક્યા ન રહત. અમારી સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને આ યોજનાને પૂરી કરી છે. સરકાર ખેડૂતોનો ખર્ચ ઓછો કરી રહી છે, સસ્તામાં સોલર પંપ આપવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion